________________
સૂરીશ્વર અને સારું,
આ કરારનામું શેખ મુબારકે લખ્યું હતું અને તેના ઉપર તે ઉલમાઓએ (મુસલમાન આગેવાનોએ) સહીઓ કરી હતી. (સ. ૧૫૭૯) આ પછી પણ બાદશાહે ઉલમાઓના ઉપર્યુકત વડા અને સરન્યાયાધીશ બનેને નેકરીમાંથી દૂર કર્યા હતા.
કહેવાય છે કે–મુસલમાન ધર્મ ઉપરથી જ્યારે તેની શ્રદ્ધા ઉઠી ગઈ અને તેના ઉપર નારાજ થયે, ત્યારે બાદશાહ ખુલ્લ ખુલ્લા બલવા લાગ્યો હતો કે “મુહમ્મદ પેગંબરે દશ વર્ષની છોકરી અષા સાથે લગ્ન કર્યું હતું, અને ઍનાબ તેના દત્તકપુત્રની સ્ત્રી હોવા છતાં, તેના છૂટાછેડા થયા બાદ મુહમ્મદ પેગંબરે પિતે જ તેની સાથે લગ્ન કર્યું હતું,આવા અનાચાર કરનાર મુહમ્મદ પરમેશ્વરને હૃત હોઈ શકે નહિ.”
આ પ્રમાણે મુસલમાની ધર્મ પ્રત્યે અરૂચિ થયા પછી તેણે હિંદુ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન ધર્મના વિદ્વાનને બેલાવી પિતાની સભામાં જોડવાનું શરૂ કર્યું. એ પ્રમાણે જુદા જુદા ધર્મના વિદ્વાન પુરૂષોની સાથે તે બેસતે અને તેમાં થતી ધર્મચર્ચાને સાંભળતે. તેણે આ સભામાં દરેક ધર્મના વિદ્વાનેને પિતપોતાના અભિપ્રાયો પ્રકટ કરવાની છૂટ આપી અને તેથી દરેક વિદ્વાને એવી. શાન્તિ અને એવી ગંભીરતાપૂર્વક ધર્મચર્ચા કરવા લાગ્યા, કે અકબરને તેથી ઘણો જ આનંદ આવવા લાગે. બીજી તરફ પેલા મુસલ-. માને ઉપરથી તે તેને ભાવજ ઉઠી ગયે, એટલું જ નહિં પરતુ. પરિણામે તેણે મસજીદમાં જવાનું પણ છોડી દીધું અને કેવળ તે પિતાની ધર્મસભામાં બેસી, ધર્મચર્ચા સાંભળી તેમાંથી સારા ગ્રહણ કરવાનું જ વધારે પસંદ કરવા લાગ્યો. અબુફેજલ કહે છે કે-“અકબર પોતાની આ ધર્મસભામાં એટલો બધે આનંદ લેવા લાગ્યું હતું કે ખરેખર અકબરે પિતાની કેટને તત્ત્વ શોધકનું ઘર બનાવી મૂક્યું હતું.”—
The Shahinshah's court became the home of
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org