________________
સમ્રાપરિષચ,
પરિણામ હતું કે- અકબર મળે ત્યારે તેના એક આગરાનાજ ખજાનામાંથી બે કરોડ પિડની કિંમતના તે એકલા સિક્કાજ નીકળ્યા હતા, અને બીજી છ તીજોરીમાં પણ તેટલાજ ભરી રાખ્યા હતા. અત્યારની સ્થિતિએ જોતાં તે તે મિલકત વીસ કરોડ પિંડની કહી શકાય, એમ વિસેન્ટ સ્મીથનું કહેવું થાય છે.
અકબરનું અંતઃપુર (જનાનખાનું) એક મોટા શહેર જેવું જ હતું. તેના અંતરપુમાં ૫૦૦૦ અિ હતીદરેકને રહેવાને માટે જુદાં જુદાં મકાને હતાં. તે સ્ત્રિયોમાં અમુક અમુક પ્રિયેના ભાગ પાડી તે દરેક ભાગ ઉપર એક એક સ્ત્રી દરેગા તરીકે રાખી હતી અને ખર્ચને હિસાબ લખવા માટે કલાર્કો રાખવામાં આવ્યા હતા.
અકબરે ફતેપુર–સીકરીમાં એક એ મહેલ બનાવ્યું હિતે કે-જેની આખી ઈમારત માત્ર એકજ થાંભલા ઉપર ઉભી કરવામાં આવી હતી. આ મહેલને “એક થભિયા મહેલ” ના નામથી ઓળખવામાં આવે છે. કવિ દેવવિમલગણિએ પણ પિતાના હીરતમ નામક કાવ્યના ૧૦ મા સર્ગના ૭૫ મા કોકમાં આ એક થંભિયા મહેલને ઉલ્લેખ કર્યો છે. ૧
હવે માત્ર અકબર સંબંધી એકજ બાબતને ઉલ્લેખ કરી અકબરના આ પરિચયને થોભાવીશુ. આજ પ્રકરણમાં એક સ્થળે કહેવામાં આવ્યું છે તેમ, અકબરના હૃદયમાં કંઈક ધર્મના સંસ્કારની માત્રા અવશ્ય હતી. તેની ઇચ્છા એમ રહ્યા કરતી હતી, કે-જેને માટે લોકોમાં આટલું બધું આન્દોલન ચાલે છે, તે ધર્મ શી વસ્તુ છે? અને તેનું વાસ્તવિક તત્વ શું છે? તે જાણવું, આવી ઈચ્છા થયા ૧ “જ્ઞાનરામિષ ક્રિયા
स्तंभं निकेतनमकब्बरभूमिभानोः।" અર્થાત-જેમ એક નાળની ઉપર રહેલું કમળ શેભે છે, તેવી રીતે એકજ થાંભલા ઉપર રહેલું અકબરનું ઘર શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org