________________
સૂરીશ્વર અને સમ્રાહુ
- -
-
- -
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
પૂર્વે પણ–બીજા શબ્દોમાં કહીએ તે આની તપાસને માટે યત્ન કરવા પૂર્વે પણ તેને મુસલમાન ધર્મ પ્રત્યે તે ખરેખર અરૂચિજ થઈ ગઈ હતી. એની સાથે સાથે તેની એ પણ ઈચ્છા થઈ હતી કે, ભારતવર્ષમાં હિંદુ અને મુસલમાનોની એકતા કરવી. આ ઈચ્છાથી તેણે ઈ. સ. ૧૫૭૯ માં “ઈશ્વરને ધર્મ” (દીન–ઈ–ઈલાહી) નામના એક નવા ધર્મની સ્થાપના કરી હતી. એટલું જ નહિ પરંતુ, આ નવા ધર્મમાં ઘણા હિંદુ મુસલમાનેને મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા અને તેમાં તે કેટલેક અંશે સફળ પણ નિવડ્યા હતા. - કેટલાકને મત છે કે–અકબર માનાભિલાષી બહુ હતું. ત્યાં સુધી કે, પિતાને “ઇશ્વરના અંશ” તરીકે તે ઓળખાવતે, અને તેજ ઈચ્છાથી તેણે આ નવા ધર્મની સ્થાપના કરી હતી. કેને કંઈને કંઈ ચમત્કાર બતાવવાનું તેને વધારે પ્રિય હતું. રેગીને રોગ મટાડવા માટે પોતાના પગનું છે એવું પાણી તે આપતે. ધીરે ધીરે તેના ચમત્કાર માટે તેની દુકાન ખૂબ જામી ગઈ હતી. અને તેને ઘણી સિયે કરાં થવા માટે તેની બાધા પણ રાખતી. તેમાં જેની ઈચ્છા પૂર્ણ થતી, તે બાધા પૂરી કરવા આવતી. જ્યારે બાદશાહ પણ, તેણિએ જે જે વસ્તુ લાવતી, તે તે વસ્તુઓને આનંદથી સ્વીકાર કરતે.
બાદશાહના ઉપર્યુંકત વર્તનથી અને નવા ધર્મની સ્થાપનાથી ઘણા મુસલમાને તેને વિરોધ કરવા લાગ્યા હતા. પરિણામે અકબર પણ ઇ. સ. ૧૫૮૨ માં ખુલ્લી રીતે મુસલમાન ધર્મથી બિલકુલ વિરૂદ્ધ પ હતો. આ પ્રમાણે વિરૂદ્ધ પડવા પહેલાં પણ તેણે મુસલમાન અને હિંદુ બને તરફ સમદષ્ટિથી વર્તાય, એવાજ રાજકીય સિદ્ધાન્ત ચલાવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. આ શરૂઆત તેણે તે વખતે કરી હતી કે જ્યારે તે પક્કો અંધશ્રદ્ધાળુ મુસલમાન જણાતે હતે અને પાછળથી જો કે તેના વિચારમાં ઘણું ફેરફાર થયા હતા, અને લગભગ તે હિંદુ જેજ જણાતે હતે. તે પણ તે કયા ધમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org