________________
સૂરીશ્વર અને સારા
આ પછી થોડા જ વખતમાં એટલે સં. ૧૫૬૯ માં રાજપૂત રાજાઓના હાથમાંથી રણથંભેર અને કલિંજર પણ તેણે કબજે કર્યા. તદનન્તર સં. ૧૫૭૨-૭૩ માં તેણે ગુજરાત દેશને લગભગ માટે ભાગ કબજે કર્યો. આ વખતે ગુજરાતને સુલતાન મુજફરશાહ હતા. તેણે વગર પ્રયાસે શરણે આવીને પિતાનું રાજ્ય અકબરને સ્વાધીન કર્યું હતું. જ્યારે સૂરત, ભરૂચ, વડોદરા અને ચાંપાનેર વિગેરે લેવામાં જો કે તેને કંઇક મુસીબતો ઉઠાવવી પડી હતી, પરંતુ અન્તતગત્વા તે તેને લેવામાં તે સફળજ નીવડ્યા હતા. કહેવાય છે કે-ગુજરાતની લડાઈમાં એક વખત સરનાલ (ઠાસરાથી પૂર્વમાં પાંચ માઇલ છે, તે) પાસે અકબરને જીવ જોખમમાં આવી પડ્યો હતો, પરંતુ જયપુરના રાજા ભગવાનદાસ અને માનસિંહે જબરદસ્ત પરાક્રમ કરીને અકબરને બચાવ્યું હતું.
ઈ. સ. ૧૫૭૫ માં બંગાળ, બિહાર અને એરીસા એ ત્રણે પ્રાતે તેણે તેવીજ વીરતા અને ક્રૂરતા પૂર્વક કબજે કર્યા હતા. આ પછી ત્રણ ચાર વર્ષ કંઇક શાન્તિમાં ગયા.
અકબરમાં કઈક લેભવૃતિ વિશેષ હતી અને તેના લીધે તે ખર્ચ પણ કમ રાખતે. તે પોતે એક એ જબરદસ્ત સમ્રાટુ હેવા છતાં કાયમને માટે લશ્કર માત્ર ૨૫૦૦૦ મનુષ્યનું જ રાખો. પણ તેનીહાથ નીચેના જે રાજાઓ હતા, તેમની સાથે એ ઠરાવ કરવામાં આવ્યું હતું, કે તેમણે અમુક અમુક ખંડણી આપવી અને જરૂર પડે લશ્કર પૂરૂ પાડવું. જ્યારે સમ્રાટે ઈ. સ. ૧૫૮૧ માં કાબુલ ઉપર ચડાઈ કરી હતી, ત્યારે તેની પાસે ૪૫૦૦૦ ઘેડેસ્વારેનું લશ્કર હતું અને ૫૦૦૦ હાથી હતા.
જૈન કવિ ગૂરૂષદાસે, “હીરવિજયસૂરિરાસમાં અકબરની વ્યક્તિ આ પ્રમાણે બતાવી છે
સોલ હજાર હાથી, નવલાખ ઘેડા, વીસ હજાર રથ, અઢાર લાખ પાચદલ (જેમના હાથમાં ભાલા અને ગુરજ હથીયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org