________________
—
—
સમ્રાપરિય
—— — કે ત્રીશ હજાર માણસને તે સપાટાબંધ કાપી નાખ્યા હતા. પાછળથી તેને ક્રોધાગ્નિ એટલે બધે ભપકી ઉઠયે હતું કેતેની શરણે આવનાર મહેતા મહાટા ધનિકને પણ યમરાજના
અતિથિ બનાવી દીધા હતા. અરે, ત્યાં સુધી કે નિર્દોષ બાળાઓ અને સિને પણ અગ્નિમાં હેમી હેમીને તેણીઓના પ્રાણ લીધા હતા. આવા ઉગ્ર પાપને લીધે જ અત્યારે પણ “તું આમ કરે, તે તારા ઉપર ચિત્તોડની લડાઈનું પાપ” એવી કહેવત બોલવામાં આવે છે. કહેવાય છે કે-ચિત્તોડના રાજપૂતે આ લડાઈમાં ખપી ગયા હતા, તેને અંદાજ કાઢવાને તેઓની જઈ તળવામાં આવી હતી. જેનું વજન ૭૪ મણ થયું હતું. અત્યારે વણિકે પત્ર લખવાની શરૂઆતમાં ૭૪ ને જે અંક લખે છે, તેનું કારણ પણ કેટલાકે તેજ કહે છે. પણ આ વાત ઐતિહાસિકદષ્ટિએ માન્ય થઈ શકે તેમ નથી, કારણ કે-ચિત્તોડની લડાઈ પહેલાં પણ ૭૪ અંક લખવાને રિવાજ પ્રચલિત હતું, એવું અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે.
અકબરને અજમેરના ખ્વાજા મુંઈનુદ્દીન ચિશતી ઉપર બહુ શ્રદ્ધા હતી અને તેથી જ તેણે ચિત્તોડની ચઢાઈ વખતે એવી પ્રતિજ્ઞા કરી હતી કે આ લડાઈમાં હું ફત્તેહ મેળવીશ, તે. ખ્વાજા મુઈનુદ્દીનની યાત્રા પગે ચાલીને કરીશ.” લડાઈમાં ફતેહ મેળવ્યા પછી કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે યાત્રા માટે તે ૨૮મી ફેબ્રુઆરીએ પગે ચાલી રવાના થયા હતે. ઉન્હાળાની ઋતુ હતી, કેટલીક સ્ત્રીઓ અને બીજા માણસો પણ તેની સાથે પગેજ ચાલતાં હતાં. આ વખતે માંડલ, કે જે ચિત્તડથી ૪૦ માઈલ દૂર થાય છે, ત્યાં આવતાં અજમેરથી રવાના થયેલા કેટલાક ફકીરે તેમને હામાં મળ્યા. તે ફકીરેએ કહ્યું કે- જ્વાજાએ સ્વપ્રમાં આવીને અમને કહ્યું છે કે-બાદશાહે સવારી પૂર્વક આવવું.” આથી બાદશાહ અહિંથી સવાર થયે અને છેવટના ભાગમાં તે બધાએ પગે ચાલી અજમેર ગયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org