________________
સૂરીશ્વર અને સલાહ
શિક્ષા. એક વખત એક માણસે કેઈના જોડા ચેર્યા, એવી ફરિયાદ
અકબર પાસે આવી કે અકબરે તેના બે પગ કાપી નાખવાને હુકમ કર્યો. અકબરના સ્વભાવમાં ફેધની માત્રા વધુ હોવાને લીધેજ, તે કઈ કઈ વખત ન્યાય કે અન્યાય જોયા સિવાય હામે આવેલા ગુન્હેગારને હાથીના પગ નીચે કચડવાની, ખીલા જડીને મારવાની, ગળું કાપવાની અને ફાંસીની પણ શિક્ષા દઈ દેતે. અંગછેદન અને સખ્તાઈથી ફટકા મારવાના હુકમે તે અકબરના મુખેથી વાતની વાતમાં નીકળતા. અકબર પોતે જ શા માટે? અકબરે જુદા જુદા પ્રાન્તમાં રાખેલા સૂબાઓ પણ સૂળીએ ચઢાવવાની, હાથીના પગ નીચે કચડવાની, ફાંસીની, જમણે હાથ કાપી નાખવાની અને ચાબુક મારવાની-ઈત્યાદિ સજાઓ કરતા હતા.
અકબર જે જે દેશ ઉપર ચઢાઈ કરતે અથવા જેની જેની સાથે તે લડતે તેમાં તેને જ્યાં સુધી પિતાની છતનું પરિણામ દ્રષ્ટિમાં ન આવતું, ત્યાં સુધી તે નિર્દયતા પૂર્વકજ કતલ ચલાવતે. આવી નિર્દયતાનાં અકબરના જીવનમાંથી અનેક પ્રમાણે મળી આવે છે. ઇ. સ. ૧૫૬૪ માં ગાંડવાણુની ન્યાયશાલિની રાણી દુગવતીની સાથે એવી જ નિર્દયતાપૂર્વક લડાઈ કરી હતી. વળી રાણુ ઉદયસિંહના વખતમાં ઈ. સ. ૧૫૬૭ના અકબર માસમાં અકબરે ચિત્તડ ઉપર ચઢાઈ કરી, જે દસ માઈલને ઘેરે ઘા હતે, તે પણ તેવી જ લઢાઈ હતી. કહેવાય છે કે આ ચિત્તેડને કિલો ૪૦૦ ફીટ ઉચે લતે. અકબરે તે લડાઈમાં એટલી બધી નિર્દયતા-ક્રૂરતા વાપરી હતી કે, જેનું સ્મરણ કરતાં આજ પણ કંપારી છૂટયા વિના રહેતી નથી. “હાર્યો જુગારી બમણું રમે તેની માફક અકબરને આ લડાઈમાં જ્યારે અસફલતાનાં ચિ જણાયાં, ત્યારે, પિતાની સમસ્ત ફેજને એજ હુકમ કર્યો હતો કે ‘ચિત્તોડના એક કૂતરાને પણ દેખે, તે કતલ કર્યા વિના ન મૂકે.” ચિત્તોડની ચાલીસ હજાર મનુષ્યની ખેડુત વર્ગની-ગરીબ નિર્દોષ વરતી ઉપર તેણે એવી તે અસાધારણ ક્રૂરતાવાળી કતલ ચલાવી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org