________________
સૂરીશ્વર અને ગ્રાહુ
શેખ પૂરો કરવામાં તે બહુ આનંદ માનતે. અકબર વખતે વખત શિકારને માટે બહાર નિકળતા. આ શિકારને શેખ પૂરે કરવામાં સમ્રાટે લાખ બલકે કરે પ્રાણિયેના પ્રાણ લીધા હશે.
એક તરફ રાજાઓની ઉદારતાનું આપણે નિરીક્ષણ કરીએ છીએ અને બીજી તરફ રાજાઓની આવી શિકારી પ્રવૃત્તિ જોઈએ છીએ ત્યારે ખરેખર નવાઈ ઉપજ્યા વિના રહેતી નથી.
ધારે કે-બે રાજાઓને આપસમાં વર્ષો સુધી યુદ્ધ થયું હોય, લાખો મનુષ્ય અને કરોડો રૂપિયાની તે યુદ્ધમાં આહુતિ અપાઈ હાય અને તેમાં પણ એક રાજાના મનમાં એમજ થઈ આવ્યું હોય, કે જે દુશ્મન મારી પાસે આવે, તે તેના ટુકડે ટુકડા કરી નાખું, આવી ફર ભાવના તેના મનમાં થઈ આવી હોય, પરંતુ જે તેજ દુશ્મન એક ક્ષણભરને માટે મહેલમાં ઘાસ લઈને તે રાજાની પાસે આવે, તે તે રાજા તેને મારશે ખરે? નહિં, કદાપિ નહિં. તેને મારવાની ગમે તેવી ઈચ્છા હોય, છતાં, “આ મારી આગળ પશુ થઈને આવે છે, એમ ધારીને તેને છોડી જ દેશે. આવી ઉદારતાવાળા રાજાઓ હમેશાં ઘાસ ખાઈને જ પિતાનું જીવન ચલાવવાળાં, પિતાનું દુઃખ બીજાને નહિ કહી શકનારાં અને હંમેશાં પૂઠ બતાવનારાં નિર્દોષ પ્રાણિયાને વધ કરવામાં અને શિકાર કરવામાં લગારે વિચાર ન રાખે, એ કે નવાઈ જે વિષય ? રાજાઓની આ રાજાઈ તે કેવી? રાજાઓનું આ વીરત્વ તે કેવું? જે તરવાર કે બંદૂકને ઉપયોગ રાજાઓએ પિતાની સમસ્ત પ્રજાની (પછી તે મનુષ્ય છે કે પશુ પક્ષી હે) રક્ષા કરવાને માટે કરવાને છે, તેજ તરવાર કે બંદૂકને ઉપગ પોતાની પ્રજાને અંત લાવવામાં કરનારા રાજાઓ શું પિતાનાં તે હથિયાને લજાવતા નથી? દુશ્મનને લલકારીને હામે થવાનું ખાઈ બેઠા પછી નિર્દોષ અને ઘાસ ખાઈને જીવન વ્યતીત કરનારાં જાનવરે ઉપર વીરત્વને અજમાવનારા વીરા (!) પિતાના વીરત્વને શું લજાવતા નથી ? આપણું પુસ્તકના એક નાયક-અકબરે તે ખરેખર શિકારની હદજ વાળી હતી, આ પ્રસંગે તેણે વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org