________________
૧
હવાના આ કરતાં પણ બીજા ઘણુ સારા માર્ગો હતા, પણ તે ન લેતાં આ માર્ગ લીધે એ તેની ગુણાનુરાગિતાને જ સૂચવે છે. કેટલાક વિદ્વાને એમ પણ કહે છે કે-ઉપર્યુક્ત બાવલાં અકબરે ત્યારે ઉભા કર્યા હતાં કે જ્યારે તે મુસલમાન ધર્મને છોડીને હિંદુ ધર્મમાં દાખલ થયા હતા. આ કથનમાં પણ જોઈએ તેવું તથ્ય માલૂમ પડતું નથી. અસ્તુ
અકબર, આવી રીતે જેનામાં જે કઈ ગુણ દેખતે, તેના ઉપર તે ગુણથી અવશ્ય પ્રસન્ન થતે એટલું જ નહિ, પરંતુ તેને ઉત્તેજન પણ સારૂં આપતે. સુપ્રસિદ્ધ બીરબલ, એક વખત બિલકુલ દરિદ્ર મહેશદાસ નામને બ્રાહ્મણ હતું, પરંતુ તે જ્યારે અકબરના દરબારમાં આવ્યું, અને અકબરે તેનામાં ઘણા પ્રકારના ગુણો દેખ્યા, ત્યારે તુર્તજ તેને “કવિરાયની ઉપાધિથી વિભૂષિત કર્યો, એટલું જ નહિ, પરંતુ દિવસે દિવસે જેમ જેમ અકબરને તેના પાંડિત્યને વિશેષ પરિચય થતે ગયે તેમ તેમ તેના ઉપર મહેરબાનીને વરસાદ વરસાવા લાગે. પરિણામે તેજ દરિદ્ર મહેશદાસ બ્રાહ્મણ “બે હજાર સેનાને અધિપતિ,“રાજા બીરબલની ઉપાધિવાળે અને છેવટે નગરકેટના રાજ્યને પણ માલિક થયે. મહટાઓની મહેરબાની શું કામ નથી કરી શકતી?
આવી જ રીતે સુપ્રસિદ્ધ ગવૈયા તાનસેનના અને બીજા કેટલાએ લેકેના ગુણેથી પ્રસન્ન થઈ, સમ્રાટે તેઓને કુબેરભંડારીના નાતેદાર બનાવી દીધા હતા. આપણા નાયક-સમ્રામાં કેટલાક અકૃતજ્ઞ રાજાઓના જેવી ઉદારતા (!) હતી કે કોઈના ગુણેથી પ્રસન્ન થઇ તેનું ખરેખરૂં નાક કાપી સેનાનું નાક બનાવી આપવાની ઉદારતા કરે! : અકબર ઉદારતામાં એટલે બધે આગળ વધેલ હતો કે, ઘણે વખત કેઈએ કરેલા હજારે અપરાધને પણ ભૂલી જઈને તે ભયભીત થયેલા અપરાધીને આશ્વાસન આપતે. આનું પણ દષ્ટાન જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org