________________
૧૦
મહાવીર વાણી પુરુષોની પૂજા એ મંગલ ઉત્તમ છે.
માતાપિતાની સેવા કરવી, સ્ત્રી અને પુત્ર વગેરે કુટુંબની સંભાળ રાખવી, વ્યાકુળતા વિનાના ધંધા રોજગાર એ મંગલ ઉત્તમ છે.
દાન દેવું, ધર્મનું આચરણ કરવું, પોતાના નાતીલાઓની સંભાળ રાખવી, પાપ વગરની પ્રવૃત્તિઓ કરવી એ મંગલ ઉત્તમ છે.
પાપથી અટકવું, મદ્યપાનનો સંયમ રાખવો, ધર્મમાં સાવધાન રહેવું એ મંગલ ઉત્તમ છે.
ક્ષમા રાખવી, સારી વાણી બોલવી, શ્રમણોનું દર્શન કરવું અને વખતસર ધર્માચરણ કરવું એ મંગલ ઉત્તમ છે.
૫. કેવલીએ- કેવલી એટલે કેવલજ્ઞાની-કેવલજ્ઞાનવાળો. પૂરેપૂરી રીતે આત્માને જેણે જાણી લીધો છે એવો પુરુષ જૈન પરિભાષામાં કેવલી' કહેવાય છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ, ભય વગેરે અઢાર દૂષણો એનામાં હોતાં નથી અને પૂર્ણ વીતરાગની ભૂમિકાએ એવો પુરુષ પહોંચી ગયો હોય છે. જેણે આત્માને જાણ્યો તેણે બધું જ જાણ્યું એવું જૈન આગમનું વચન છે, એ દષ્ટિએ કેવલીને “સર્વજ્ઞ' કહી શકાય. જૈન દષ્ટિએ વીતરાગની ભૂમિકા માનવના- આત્માની – પૂર્ણ વિકાસની ભૂમિકા છે.
૬. અહંતોનું શરણ- અહીં જેમ ચાર શરણ સ્વીકારેલાં છે તેમ બૌદ્ધ પરંપરામાં ય ત્રણ શરણોને સ્વીકારેલાં છે : “. વૃદ્ધ સર ગચ્છામિ, ૨. ઉન્ન સM Tછાનિ, રૂ. સંઘે જ છાજિ' અર્થાત્ બૌદ્ધ ધર્મની દષ્ટિએ ૧. બુદ્ધ, ૨. ઘર્મ, અને ૩. સંઘ શરણરૂપ છે. “મને શર વ્રમાં- (ગીતા અ. ૧૮, શ્લો, ૬૬) “તમે શUT '- (ગીતા અ. ૧૮, શ્લો. ૬૨) “મને એકલાને જ શરણે જા' 'તું તેને જ શરણે જા' એવું એવું કહીને ગીતા ઈશ્વરનું એક શરણ સ્વીકારવાની ભલામણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org