SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાગી આવેલી ખંડગિરિ અને ઉદયગિરિની ટેકરીઓમાંની હાથીગુફામાં કોતરાયેલો મળે છે. તેની શરૂઆત નમો અરહંતાનું, નમો સર્વાનિયાનું એ પદોથી થાય છે. અહીં જે નમો અહિંતા અને નો સિદ્ધા એમ બે પદો આપેલાં છે તેને બરાબર મળતાં જ એ શિલાલેખનાં આદિનાં બે પદો છે. શિલાલેખમાં વપરાયેલો સવ શબ્દ “સબ' અર્થને સૂચવે છે. સબ એટલે સર્વ-બધા-તમામ. અહીં પાંચમા પદમાં સર્વશકૂિવાકયમાં એ શબ્દ સવરૂપે વપરાયેલ છે. વર્તમાન ગુજરાતીમાં અને હિન્દી વગેરે ભાષાઓમાં વપરાતો “સવ' કે 'સબ' શબ્દ કેટલો બધો પ્રાચીન છે તેનો પણ ખ્યાલ આ શિલાલેખનું એ વચન આપે છે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે મંગલસૂત્રનાં પાંચ પદોમાં ફક્ત પાંચમા પદમાં સત્ર શબ્દ છે છતાં તેને દરેક પદમાં સમજવાનો અર્થાત્ જેમ “સર્વ સાધુઓને' અર્થ કરેલ છે તેમ “સર્વ અરિહંતોને,” “સર્વ સિદ્ધોને' એમ પણ અર્થ સમજવાનો છે. બૌદ્ધ ગ્રંથોમાં નમ તસમાવતો રહત સમસંવૃદ્ધ' આ વાક્ય મંગલરૂપે પ્રારંભમાં જ મૂકેલું હોય છે. આ વાકયમાં મરતો (સં. મરંત:) એ પછી વિભકિતનું એક વચન છે. વિષ્ણુસહસ્ત્રનામ નામના સ્તોત્રમાં મરું નામ શ્રીવિષ્ણુ માટે વપરાયેલ છે. આ રીતે . રિ અને સં. મ ધાતુ ઉપરથી નિષ્પન્ન થયેલો અરિહંત, ગરદન અને મર્દ શબ્દ જૈન પરંપરામાં, બૌદ્ધ પરંપરામાં અને બ્રાહ્મણ પરંપરામાં તે તે પરંપરાના પૂજ્ય પુરુષને માટે વપરાયેલ છે. * જૂની ગુજરાતીમાં સવ કે સન્ન શબ્દનો પ્રયોગ મળે છે. ચાલુ ગુજરાતીમાં એ પ્રયોગ ઓછો થઈ ગયો છે. છતાં તે મળે છે તો ખરો જ્યારે નોતરિયો જમણનાં નોતરાં આપવા આવે છે ત્યારે તે “આ નોતરું સવે જણનું છે' એમ પણ કહે છે. આ વાકયમાં વપરાયેલું સ’ વિનું બહુવચન સવે રૂ૫ ગુજરાતીમાં સવ' શબ્દના પ્રયોગનું સૂચક છે. સર્વ પ્ર. સર્વે નં૦ સર્વે એટલે બધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy