SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તત્ત્વ-સૂત્ર ૧૪૭ (ર૪૦) તે સુવ, તિ િવિથ થમ્મસ एयाहि तिहि वि जीवो, सुग्गइं उववजई ॥१८॥ (ર૦મ ૨૪ ૦ ૬,૧૭) ૨૪૦. પાછલી ત્રણ લેશ્યાઓ એટલે તેજ લેશ્યા, પધ લેશ્યા અને શુકલ લેશ્યા એ ત્રણે ધર્મલેશ્યાઓ છે. આ ત્રણે લેશ્યાયુક્ત ચિત્તમાં સમૂહગત સ્વાર્થરૂપ ધર્મનો આશય પ્રધાન - મુખ્ય – હોય છે. માટે તે ત્રણેને ધર્મલેશ્યા કહેલી છે. જે જીવની ચિત્તવૃત્તિમાં તરતમ ભાવે જેટલે જેટલે અંશે આ ધર્મલેશ્યા પ્રમાણે સામુદાયિક હિતની વિચારધારા હોય છે તે જીવ તેટલે તેટલે અંશે વર્તમાનમાં - પ્રત્યક્ષમાં તો જરૂર સદ્ગતિ - સદશા - સુખમય દશાને જ પામે છે અને જન્માંતરમાં ય તે જીવ સદ્ગતિને પામે છે. (૨૪) ક વીમીયા, મિત્ત તદેવ રા. पंचेव य समिईओ, तओ गुत्तीओ आहिया ॥१९॥ ૨૪૧. પ્રવચનની માતાઓ આઠ છે:- પ્રવચન એટલે જૈનશાસન. તેને ટકાવી રાખનારી જે જે આચરણાઓ છે તેમને પ્રવચનની માતા કહી છે, તે આ છે: પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, સમિતિ એટલે શરીર, વાણી અને વિચારની દરેક પ્રવૃત્તિમાં સાવધાનતા - સંગતતા - એકરૂપતા. અને ગુપ્તિ એટલે એ એકરૂપતા મેળવવા અને મેળવેલી હોય તો તેને સાચવવા શરીર, વાણી અને વિચારનું ગોપન - રક્ષણ અર્થાત્ નિગ્રહ - સંયમ - મર્યાદીકરણ. તાત્પર્ય એ કે સંત પુરુષોએ પોતપોતાની અનુભવવાણીમાં ધર્માચરણની પ્રવૃત્તિરૂપે આઠ પ્રવચન માતાઓને કહેલી છે, તે સમિતિરૂપે અને ગુપ્તિરૂપે છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy