SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ મહાવીર વાણી (२३०) नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे। चरित्तेण निगिण्हाइ, तवेण, परिसुज्झइ ॥८॥ (૩રર૦ ૦ ૨૮, To ૩) ૨૩૦. સાધક મનુષ્ય પોતે જ્ઞાન વડે એ તથ્ય ભાવોને જાણી લે છે - સમજી લે છે. પછી દર્શન વડે એટલે જાણી લીધેલા તે ભાવોનું જાતપણું ચિત્તમાં સ્થિર ભાવે જામી જતાં એ ભાવો વિશે સાધકને પાકી શ્રદ્ધા થાય છે - વિશ્વાસ જામે છે. પાકી શ્રદ્ધા થયા પછી એ શ્રદ્ધામાં જે પોતાને ભાસેલ છે તેને આચરણમાં લાવવાની ઉલ્લાસમય અપૂર્વ તાલાવેલી આત્માને થાય છે. આ તાલાવેલીનું જ નામ ચારિત્ર છે. એવા ચારિત્ર વડે - આચરણો દ્વારા સાધક પોતાનાં મન, વચન અને શરીરને નિયમનમાં - નિગ્રહમાં - રાખવા તત્પર થાય છે અને એ નિગ્રહરૂપ તપ દ્વારા સાધક, પોતે શુદ્ધ - પવિત્ર - બને છે, વાસના વગરનો - કષાયો વગરનો સ્થિતપ્રજ્ઞ થઈ વીતરાગની ભૂમિકાએ પહોંચે છે. (૨૩) નાdi ૪ ટૂંavi ચેવ, ચરિત્ત ૨ તો તરત __ एयं मग्गमणुप्पत्ता, जीवा गच्छन्ति सोग्गइं ॥९॥ ૨૩૧. જ્ઞાન અને દર્શન, ચારિત્ર અને તપ - એ માર્ગને બરાબર પામેલા જીવો, એ માર્ગનું બરાબર આચરણ કર્યા પછી સારી ગતિને - સારી દશાને - વીતરાગ દશાને પામે છે. (२३२) तत्थ पंचविहं नाणं, सुयं आभिनिबोहियं । ओहिनाणं तु तइयं, मणनाणं च केवलं ॥१०॥ (૪૦ ૩૪૦ ૨૮, ૦ ૩,૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy