SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ १८ ઉદ્દીપ્તને ઘેરતી કામનાઓ, વિહંગ સ્વાદુળ વૃક્ષને યથા. (૧૩૫) ઇચ્છા-કામના-ના બળને એક ઉદ્ગારમાં સુરેખ રીતે વર્ણવવામાં આવ્યું છે : ઇચ્છા ખરે આભ સમી અનન્તિકા. (૧૫૦) સાધકને વળી વળીને વિષયો વળગે તો તેથી એણે કંટાળી જવાનું નથી, બલકે અકંપ રહીને લક્ષ્ય તરફ આગળ વધવાનું છે : મથી રહ્યો સાધક મોહ જીતવા, તેને સ્પર્શે જે વિષયો વળી વળી અછાજતા કૈંક અનેકરૂપ, એનો ઘટે દ્વેષ કર્યો ન ભિક્ષુએ. (૧૧૦) સાધકે મનમાં એટલી એક ગાંઠ વાળવાની છે કે આત્મા પોતે તારનાર છે, બધું વાંછિત આપનાર છે; ‘આત્મા વૈતરણી નદી... આત્મા કામદુધા ઘેનુ...’ (૨૧૧) માણસે યુદ્ધ બીજા કોઈની સામે કરવાનું નથી, પોતાની સાથે જ કરવાનું છે. પોતા સામે જ ઝૂઝી લે, બાહ્ય યુદ્ધેથી શું વળે ? તે પામે સુખ જે જાતે જીતે પોતાની જાતને. (૨૧૬) અને પછી ગોળઘીના બે અક્ષર ઉમેર્યા છે : ‘આત્મા જીત્યે જીત્યું સર્વ.’ (૨૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy