SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ મહાવીર વાણી બીજો કોઈ બીજા કોઈને શુદ્ધ કરી શકતો નથી. ૩. દમવો - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૩: अत्तानं चे तथा कयिरा यथञमनुसासति । सुदंतो बत दमेथ अत्ता हि किर दुद्दमो ॥ જેમ આપણે બીજાને શિક્ષા કરીએ છીએ તેમ આત્માને શિક્ષા કરવી. આત્માને એવી રીતે દમવો – પલટવો - જોઈએ કે જેથી તે સુદાંત થાય - જ્યારે ત્યારે તોફાન ન કરે, કારણ કે આત્મા ખરેખર દુર્દમ છે - પોતાની જાતને પલોટવી એ મહામુસીબતનું કામ છે. ૪. શૂરવીર - સરખાવો ઘમ્મપદ આઠમો સહસ્ત્રવર્ગ સ્લો, ૪, ૫ : यो सहस्सं सहस्सेन संगामे मानुसे जिने । एकं च जेय्यमत्तानं स वे संगामजुत्तमो ॥ अत्ता हवे जितं सेय्यो या चायं इतरा पजा। अत्तदंतस्स पोसस्स निच्चं संयतचारिनो । જે શૂરવીર, સંગ્રામમાં લાખ લાખ માણસોને જીતે તે કરતાં એક પોતાના આત્માને જીતનાર શૂરવીર ઉત્તમ સંગ્રામજિતુ છે. આમ બીજી પ્રજાઓને જીતવા કરતાં આત્માને જ જીતવો ઉત્તમ છે - શ્રેય છે. જેણે આત્માને પોતાના કાબૂમાં કર્યો છે એવા અને નિરંતર સંયમી પુરુષનું જીત્યું સફળ છે. સરખાવો હમ, ઈ. “બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે; આપણામાં બળવાન તે છે જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે;” (પૃ. ૧૩૪) ૫. આત્મા સાથે જ - જુઓ આત્મસૂત્ર - ટિપ્પણ પહેલું ગીતાના શ્લોકો. ૬. જેટલું ભૂંડું - સરખાવો ધમ્મપદ ત્રીજે ચિત્તવર્ગ શ્લોક ૧૦: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy