SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસૂત્ર ૧૩૯ ૨૨૨. જે સાધક પ્રવ્રજ્યા લીધા પછી પોતે પ્રમાદમાં પડીને સ્વીકારેલાં મહાવ્રતોને શુદ્ધ રીતે બરાબર પાળતો નથી – આચરતો નથી, પોતાના આત્માને નિગ્રહમાં - સંયમમાં રાખતો નથી, રસોમાં લાલચુ બને છે તેનાં બંધનો મૂળથી દાતાં નથી. ૧. આત્મા - ધમ્મપદનો બારમો આખો ય આત્મવર્ગ પ્રસ્તુત આત્મસૂત્ર સાથે સરખાવવા જેવો છે. સરખાવો ગીતા અ, ૩ સ્લો, ૧૭ તથા અ, ૬ શ્લો, ૫,૬ : यस्तु आत्मरतिरेव स्याद् आत्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते । उद्धरेत् आत्मनाऽऽत्मानं नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ।। बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवाऽऽत्मना जित: । आत्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ॥ ભાવાર્થ એ છે કે જે મનુષ્ય પોતામાં જ આનંદ અનુભવે છે, પોતાની જાતથી જ તૃપ્ત છે અને પોતાનામાં જ સંતુષ્ટ છે તેને કશું કરવાપણું નથી. મનુષ્ય પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો, પોતે બગડી જાય એવું કશું ય કરવું નહીં. પોતે જ બંધુ છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે પોતે જાતે પોતાને જીતી લીધો છે તેનો આત્મા તેનો બંધુ છે. અને જેણે પોતાને તેલ નથી તેનો આત્મા તેનો દુશ્મન છે. ૨. આત્મા - સરખાવો ધમ્મપદ બારમો આત્મવર્ગ સ્લો ૯ : अत्तना व कतं पापं अत्तना संकिलिस्सति। अतना अकतं पापं अत्तना व विमुज्झति । सुद्धि असुद्धि पच्चत्तं नाचो अचं विसोधये ॥ આત્માએ કરેલું પાપ આત્માને નડે છે અને તેણે નહીં કરેલું પાપ તેની શુદ્ધિ કરે છે. દરેક આત્માની શુદ્ધિમાં કે અશુદ્ધિમાં તે પોતે જ નિમિત્ત હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy