SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર વાણી નીકળેલા ભિક્ષુએ, તે વિઘ્નો તરફ મનથી પણ દ્વેષ ન કરવો. અર્થાત્ ભિક્ષુએ, તે વિઘ્નો તરફ ચીડ ન કરતાં પોતાના લક્ષ્ય તરફ્ જ આગળ વધ્યે જવું. ૭૪ (??) મન્વા ય પાસા વઠ્ઠલોળિખા, तहप्पगारेसु मणं न कुजा । रक्खज्ज कोहं विणएज माणं, मायं न सेवे पयहेज्ज लोहं ॥ ११ ॥ ૧૧૧. ઘણી વાર એ અનુકૂળ સ્પર્શોપ વિઘ્નો મંદ હોવા છતાં ય ભારે લલચાવનારાં હોય છે; માટે તેવા પ્રકારનાં વિઘ્નો તરફ સાધકે મનંને ન જ વાળવું - મનને જવા જ ન દેવું. ક્રોધથી બચતા રહેવું, અહંકારને દૂર કરવો, માયાનો છાંયો પણ ન લેવો અને લોભને તજી જ દેવો. (???) ને સંચયા તુચ્છ વાપ્પવાડું, ते पिज्ज दोसाणुगया परज्झा । एए अहम्मे त्ति दुर्गुछमाणो, कंखे गुणे जाव सरीरभेए ॥१२॥ (૩ત્તરT૦ ૪૦ ૪, ૪૦ ૨-૮, ૨૦-૨૩) ૧૧૨. જેઓ ઉપર ઉપરથી સંસ્કારવાળા-ટાપટીપ અને ટીલાટપકાંવાળા-છે, તેઓ ખરી રીતે તુચ્છ છે, બીજાની નિંદા કરનારા છે, રાગ અને દ્વેષને તાબે પડેલા છે અને પરધ્યાયી છે એટલે ‘સ્વ’ને-આત્માને-ભૂલીને ‘પર’નું વાસનાનું-ચિંતન કરનારા છે. એવા તેઓ ‘અધર્મમય’ છે, એમ સમજીને તેમના તરફ દુર્લક્ષ્ય કરતો સાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004697
Book TitleMahavira Vani
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUSA Jain Institute of North America
Publication Year1997
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy