________________
આપણા કવિવરનું વિવેચન એટલું બધું સ્પષ્ટ છે, કે તે વિશે કશું લખવાપણું રહેતું નથી; છતાં આપણામાંના જે કેટલાક અનુભવપ્રમાણ નથી, કેવળ શાસ્ત્ર પ્રમાણકો છે, તેમને સારુ વૈદિક પરંપરાનાં અને જૈનપરંપરાનાં વચનોનો સંક્ષિપ્ત સાર આપવાથી એ વિવેચન વિશેષ ઉપાદેય બને એ દષ્ટિથી આ નીચે તે બન્ને પરંપરાનાં મૂળ વચનો નહિ; પણ તેમને સંક્ષિપ્ત સાર આપી દઉં: મહાભારત શાંતિપર્વ અધ્યાય ૨૯૯માં ભીષ્મ પિતામહે સાચે અને હંસનો સંવાદ ધર્મજિજ્ઞાસુ રાજા યુધિષ્ઠિરને જે પ્રમાણે કહી સંભળાવ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે:–
“યુધિષ્ઠિર બોલ્યાઃ હે પિતામહ! વિદ્વાન મનુષ્યો એમ કહે છે, કે સંસારમાં સત્ય, સંયમ, ક્ષમા અને પ્રજ્ઞા પ્રશંસાપાત્ર છે; તો આ વિશે તમારો શો અભિપ્રાય છે ?”
“ભષ્મ બેલ્યા: “હે રાજા યુધિષ્ઠિર ! આ વિશે તને એક સંવાદ કહી સંભળાવું છું. સાથે એ હંસને મોક્ષધર્મ વિશે પૂછ્યું અને હંસે તેને ઉત્તર આ પ્રમાણે આપ્યો :–
મોક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમ આચરવાં, સત્ય બોલવું, મનનો જય કરવો, હૃદયની બધી ગાંઠેને કોરે કરીને પ્રિય તથા અપ્રિય વૃત્તિઓને પોતાના કબજામાં રાખવી. કેઈનું હૈયું ભેદાઈ જાય એવાં વચન ન બેસવાં, કૂર વાણું ન બોલવી, હલકી વૃત્તિઓવાળા પાસેથી શાસ્ત્રને ન સમજવાં, જેનાથી બીજાને ઉગ અને બળતરા થાય એવી વાણું ન બોલવી, સામો બીજો કોઈ વચનનાં બાણથી આપણને વધે તો એ સમયે શાંતિ જ રાખવી. રોષે ભરાવાનો પ્રસંગ આવતાં જે પ્રસન્નતા દાખવે છે, તે બીજાનાં સુકૃતને લઈ લે છે. અન્યનો તિરસ્કાર કરનારા ભભકતા ક્રોધને જે માણસ કબજામાં રાખે છે, તે મુદત અને ઈર્ષ્યા વગરનો બીજાનાં સુકૃતાને લઈ લે છે. કોઈ આક્રોશ કરે, તો પણ સામે કશું બોલવું નહિ, કઈ મારે તો હમેશાં સહન જ કરવું–આ જાતની રીતને આર્ય પુો સત્ય, સરળતા અને અક્રુરતા કહે છે. સત્ય વેદનું રહસ્ય છે, સત્યનું રહસ્ય સંયમ છે, સંયમનું રહસ્ય મેક્ષ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org