________________
ઉપર જણાવેલા અનેક અર્થો થવા પામે છે. અર્થો એટલે પદાર્થો વા ક્રિયાઓ અનેક છે અને તેની અપેક્ષાએ શબ્દો ઘણા પરિમિત છે; માટે જ કવિઓ અને તે પછી કોશકારે શબ્દોના અનેક અર્થોનું સૂચન કરે છે. ધમ્મ” શબ્દમાં મૂળ “” ધાતુ છે એટલે તેને પ્રધાન અર્થ ધારણ કરવું” છે–પોતાના સ્વભાવથી ખસી જતી વસ્તુઓનું ધારણ કરે–સ્થિર રાખે તેનું નામ “ધમ્મ”. “પદ' શબ્દમાં મૂળ “પદ' ધાતુ છે, તેને પ્રધાન અર્થ ગતિ” અથવા “ધ” થાય છે. જેનાથી બોધ થઈ શકે તેનું નામ પદ–અર્થાત્ વચન કે વાક્ય. વિશેષ નામ તરીકે “ધમ્મપદના “ધમ્મ”ને અર્થ તેના ધાથ પ્રમાણે લેવાને છે; અર્થાત્ સદાચાર સત્ય અહિંસા વગેરે અર્થમાં અહીં “ધમ્મ” શબ્દ છે અને એ ધમ્મનો જેનાથી બોધ થાય તેનું નામ પદ એટલે “પદ' શબ્દનો અર્થ અહીં વાક્ય કે વચન છે. “ધમ્મપદ આખા નામનો અર્થ ધમ્મનાં બેધક વા. એવાં વાના સંગ્રહ માટે પણ “ધમ્મપદ’ શબ્દને અહીં સમજવાને છે. આ જ ગ્રંથમાં અહીં બતાવેલા અર્થ માટે “ધમ્મ” અને “પદ” શબ્દો વપરાયેલા છે. ધમ્મ” માટે જુઓ ગાત્ર ૨૦ અને “પદ’ માટે જુઓ ગા. ૧–૨–૩ સહસ્ત્રવર્ગ. કેટલાક પંડિતો ધમ્મપદને અર્થ “ધર્મને માર્ગ” કરે છે, પરંતુ તેના કરતાં ઉપરનો અર્થ વિશેષ સંગત જણાય છે; માટે “ધમ્મપદને સળંગ અર્થ “ધર્મનાં વચનોનો સંગ્રહ” અહીં સ્વીકાર્ય છે. બૌદ્ધ પરિભાષામાં ધમ્મ” શબ્દ “ચિત્તના સ્વભાવ અર્થમાં પણ સાંકેતિક છે; પરંતુ “ધમ્મુપદ'ના ધમ્મન એ પારિભાષિક અર્થ અહીં લેવાનો નથી. આ સંગ્રહની પ્રથમ ગાથામાં “ધમ્મ શબ્દને એ પારિભાષિક અર્થ લેવાયેલ છે એ ખ્યાલમાં રહે.
ધમપદની ભાષા: વૈદિક પરંપરાનાં પ્રાચીન શાસ્ત્રોનો મોટો ભાગ લેકભાષામાં નથી પરંતુ પંડિતની ભાષામાં છે. એ પરંપરા મહાભાષ્યકાર પતંજલિના સમયથી પંડિતની ભાષાને પ્રતિષ્ઠા આપે છે, ત્યારે જૈનપરંપરા અને બૌદ્ધપરંપરા મૂળથી જ લોકભાષાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org