________________
૧૯ લકની ભીડ જામે, પરંતુ ધર્મને મૂળ પાયે અહિંસા જ નષ્ટ થઈ ગયેલ છે. હવે તે વિદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ એ ત્રણના જ પરિચયથી પણ ચાલે એમ નથી; પારસી ધર્મ, ખ્રિસ્તિ ધર્મ અને ઈસ્લામ ધર્મને પણ પરિચય મેળવો રહ્યો. કેવળ જિજ્ઞાસા બુદ્ધિ રાખીને, આદરભાવ રાખીને એ ધર્મોના રહસ્યને સમજવું જરૂરી છે. એ વિના આપણો સર્વધર્મ સમજવાનો પ્રયત્ન અધૂર જ રહેવાને છે. આપણો “સમો ચ: સર્વભૂતેષુ”જીવનવ્યાપી સિદ્ધાંત માત્ર પાઠમાં જ રહેવાને છે; અને “મિતી સચ્ચપૂતેની વાત પણ માત્ર પિપટવાણી જ બનવાની છે. આપણા દેશની પ્રજાની અધોગતિ અટકાવવી હોય, પ્રગતિ ફેલાવવી હોય, આપણી પરતંત્રતા તોડવી હેય, સ્વતંત્રતા મેળવવી હોય, તો સંગઠન એ અમોઘ ઉપાય છે. સર્વધર્મસમભાવની વૃત્તિ કેળવાયા વિના ખરું સંગઠન સંભવતું નથી. માટે દેશની તમામ ધર્મસંસ્થાઓ, સાહિત્યસંસ્થાઓ અને દેશના પ્રધાન પુરુષો, પંડિત પુરુષો સર્વધર્મ સમભાવનું વાતાવરણ ઊભું કરવા વિશેષમાં વિશેષ આચારમય પરિસ્થિતિ આદરે અને એ વિશેના બીજા પણ શક્ય પ્રયત્ન કરે એ ભારે જરૂરનું છે.
સર્વધર્મસમભાવની વૃત્તિને ટકે આપવાના જ ઉદ્દેશથી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા, પવિત્ર ધમ્મપદને સરળ અનુવાદ કરવાનું માથે લીધું છે. જે શ્રદ્ધાથી કોઈ બૌદ્ધધર્મી આ ગ્રંથને જુએ, એવી જ શ્રદ્ધાથી આ સરળ અનુવાદ કરવાને મારે પ્રયાસ છે. એ કેટલો સફળ થયેલ છે એ હું જાણતો નથી; પરંતુ મારી જાતને તે તે કામમાં ભારે રસ, સંતોષ અને ધર્માસ્વાદ મળ્યાં છે એમાં શક નથી.
ધમ્મપદના પરિચય વિશે પણ લખવું જરૂરી છે. આરંભમાં એ ગ્રંથને બહિરંગ પરિચય કરાવી, બાદ તેના અંતરંગ પરિચયની ચર્ચા કરીશ :–
વૈદિક પરંપરામાં જે મહત્ત્વ અને આદરણીય સ્થાન શ્રી ગીતાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org