________________
પ્રિયવર્ગ
હ૩ જેમ દુઃખકર નીવડે છે, તેમ અજ્ઞાન જીવોની સાથે સહવાસ સર્વકાળે દુ:ખકર નીવડે છે; તેમ જ ધીર પુરુની સાથે સહવાસ આપણાં સગાંઓના સમાગમની પેઠે સુખકર નીવડે છે. ૧૧
તેથી કરીને
ચંદ્રમા જેમ આકાશનો આશરો લે છે, તેમ મુમુક્ષુ સાધક મનુષ્ય ધીર, બુદ્ધિમાન બહુ શાસ્ત્રના જાણકાર, ઉત્તમોત્તમ શીલવાળા, વ્રતનિયમને પાળનારા આર્ય અને સારી બુદ્ધિવાળા સત્પષને આશરો લેવો અર્થાત્ તેવા પ્રકારના સપુષની સેવા કરવી. ૧૨
પંદરમે સુખવર્ગ સમાપ્ત.
૧૬ : પ્રિયવર્ગ અનુચિત પ્રવૃત્તિમાં પોતાના આત્માને જોડતો અને ઉચિત પ્રવૃત્તિમાં ન જોડતો સાધક પોતાનું લક્ષ્ય તજી દઈને અને રાગમય પ્રિય વસ્તુને ગ્રાહક બનીને આત્મશોધક થવાની પૃહા રાખે છે. ૧
જેમના તરફ રાગ છે તેમનો અને જેમના તરફ દ્રષ છે તેમનો સંગ કદાપિ ન કરવો. પ્રિયને નહિ જોવાથી દુઃખ થાય છે; અને અપ્રિયને જોવાથી દુઃખ થાય છે. ૨
તેથી કેાઈ ઉપર રાગ ન કરો. પ્રિય માનેલી વસ્તુને વિગ દૂઃખકારક નીવડે છે. જે મને કશું પ્રિય નથી તેમ કશું અપ્રિય નથી, તેમને બંધને હેાતાં નથી. ૩
પ્રિયવૃત્તિને એટલે શેખને લીધે શોક થાય છે. પ્રિયવૃત્તિને લીધે ભય થાય છે. જેનામાં પ્રિયવૃત્તિ એટલે રાગ વા મેહ નથી, તેને શેક થતો નથી; તે ભય ક્યાંથી થાય ? ૪ -
કામના એટલે વાસનાના પ્રેમને લીધે શક થાય છે. કામના પ્રેમને લીધે ભય થાય છે. જેનામાં કામને એટલે વાસનાને પ્રેમ નથી, તેને શોક થતું નથી, તો ભય ક્યાંથી થાય ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org