________________
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૯-૩૦ અનુકૂળ સર્વ ઉદ્યમથી વર્તે છે.
અહીં વિશેષ એ છે કે વિશિષ્ટ જ્ઞાન ન હોય ત્યાં સુધી મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ હોય તો સમ્યગ્દર્શન અવશ્ય હોય, પરંતુ શાસ્ત્ર અધ્યયન કરીને વિશિષ્ટ બોધ થયા પછી જેવું નિર્મળ સમ્યગ્દર્શન હોય એવું સમ્યગ્દર્શન અલ્પ બોધવાળા મુનિઓને હોતું નથી. આથી માપતુષ મુનિને દ્રવ્યસમ્યગ્દર્શન કહ્યું છે અને સ્વદર્શન-પરદર્શનને જાણનાર ગીતાર્થને ભાવસમ્યગ્દર્શન કહ્યું છે. તેને સામે રાખીને જ્ઞાનાદિ અપ્રકર્ષમાં આદિ પદથી સમ્યગ્દર્શનના અપ્રકર્ષનું ગ્રહણ છે. રિલા અવતરણિકા :
શ્લોક-૨૮માં ગ્રંથકારે વ્યવહારદશામાં પણ ધ્યાન અક્ષત છે, તેમ યુક્તિથી સ્થાપન કર્યું અને શ્લોક-૨૯માં કહ્યું કે શુભયોગને આશ્રયીને પણ સદ્દીક્ષામાં અનારંભીપણું છે. માટે એ અંશથી સ્વભાવસમવસ્થિતિરૂપ આત્મામાં શુદ્ધ પરિણામ અક્ષત છે; અને તેના દ્વારા એ સ્થાપન કર્યું કે શુભઉપયોગ અને શુદ્ધઉપયોગ બને મોક્ષ પ્રત્યે તુલ્ય કક્ષાવાળું કારણ છે. ત્યાં મોક્ષ પ્રત્યે શુદ્ધઉપયોગને કારણ સ્વીકારનાર અને શુભઉપયોગને શુદ્ધઉપયોગ સમાન મોક્ષ પ્રત્યે તુલ્ય કક્ષાવાળું કારણ નહિ સ્વીકારનાર દિગંબર કહે છે કે “ધ્યાનથી મોક્ષ છે, અને વ્યવહારમાં વ્યુત્થાનદશા છે.” તે બતાવીને તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – શ્લોક :
व्युत्थानं व्यवहारश्चेन्न ध्यानाप्रतिबन्धतः । स्थितं ध्यानान्तरारम्भ एकध्यानान्तरं पुनः ।।३०।। નોંધ :- વ્યવહારશ્વેત્ર' ના સ્થાને વ્યવહારે ચેન્ન' એ પ્રમાણે પાઠ સંદર્ભથી જણાય છે. હસ્તપ્રતમાં પાઠ ઉપલબ્ધ નથી. અન્વયાર્થ :
વ્યવહાર વ્યવહારમાં વ્યવહારનયને અભિમત સાધ્વાચારની ક્રિયાના સેવનમાં, વ્યુત્થાનં વ્યુત્થાન છે=આત્મભાવમાં વિશ્રાંતિના લક્ષ્યને અનુરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org