________________
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૮-૨૯
ભાવનાયોગમાં છે, તેઓ પણ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ ભગવાનના વચનના સ્મરણથી સમ્યગ્ રીતે કરતા હોય તો તેઓમાં પણ ધ્યાન અક્ષત છે. વિશેષાર્થ :
૭.
અહીં વિશેષ એ છે કે ચિત્તનિરોધમાત્રને ધ્યાન સ્વીકારીએ ત્યારે જે યોગી ધ્યાન અને સમતામાં વર્તતા હોય તે યોગીમાં ધ્યાન છે, અધ્યાત્મયોગ અને ભાવનાયોગમાં વર્તતા યોગીઓમાં ધ્યાન નથી, એવો અર્થ થાય; અને કરણોનો દઢ સુવ્યાપાર ધ્યાન છે એમ સ્વીકારીએ ત્યારે, જે યોગીઓ અધ્યાત્મયોગ કે ભાવનાયોગમાં છે, અને લક્ષ્યવેધી એવો કરણોનો સુદૃઢ વ્યાપાર કરતા હોય તેવા મઉપયોગવાળા મુનિઓમાં પણ ધ્યાન છે અને તે ધ્યાન મોક્ષનો હેતુ છે માટે જેન નિર્વિકલ્પદશારૂપ શુદ્ધઉપયોગમાં મોક્ષનો હેતુ એવું ધ્યાન છે, તેમ કરણોના દૃઢ યત્નથી યુક્ત સંયમન. સુવ્યાપારમાં પણ મોક્ષનો હેતુ એવું ધ્યાન છે.
આનાથી એ ફલિત થાય કે સંયમની આદ્ય ભૂમિકાવાળા મુનિઓ શુભઉપયોગમાં હોય છે ત્યારે, તેઓનો શુભઉપયોગ માત્ર શુભઉપયોગ નથી, પરંતુ કંઈક અંશથી મોહના સ્પર્શ વગરના શુદ્ધઉપયોગથી સંવલિત શુભઉપયોગ છે; અને જે મહાત્માઓ નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તે છે, તેઓ પણ જ્યાં સુધી ૧૧મા અને ૧૨મા ગુણસ્થાનકને પામ્યા નથી, ત્યાં સુધી માત્ર શુદ્ધઉપયોગવાળા નથી, પરંતુ જે વિદ્યમાન રાગાદિ છે, તે પ્રશસ્ત રાગાદિરૂપ શુભઉપયોગથી સંવલિત શુદ્ધઉપયોગવાળા છે. તેથી નિર્વિકલ્પદશામાં પ્રધાન શુદ્ધઉપયોગ છે અને સવિકલ્પદશામાં પ્રધાન શુભઉપયોગ છે; તોપણ જેમ નિર્વિકલ્પદશાના શુદ્ધઉપયોગકાળમાં વર્તતો શુભઉપયોગ શુદ્ધઉપયોગની વૃદ્ધિનું કારણ છે, તેમ સવિકલ્પદશામાં વર્તતો શુભઉપયોગ પણ શુદ્ધઉપયોગની વૃદ્ધિનું કારણ છે. માટે શુભઉપયોગ અને શુદ્ધઉપયોગ મોક્ષરૂપ ફળ પ્રત્યે તુલ્યકક્ષ છે, એમ જે શ્લોક-૨૬માં કહ્યું, તેની સિદ્ધિ થાય છે. II૨૮॥
અવતરણિકા :
શ્લોક-૨૬માં કહ્યું કે શુભઉપયોગ પ્રશસ્ત રાગાદિરૂપ હોવાથી દિગંબર મતાનુસાર શુભઉપયોગમાં અને શુદ્ધઉપયોગમાં મોક્ષરૂપ ફ્ળ પ્રત્યે તુલ્યકક્ષપણું નથી. તેથી હવે શુભઉપયોગમાં પણ મોક્ષને અનુકૂળ એવો શુદ્ધઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org