________________
દીક્ષાદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ટીકાર્ય :
7 દિ ..... તાત્પર્ય | ચિરવિરોધમાત્રને જ ધ્યાન અમે સ્વીકારતા તથી, પરંતુ કરણોના દેઢ સુવ્યાપારને પણ અમે ધ્યાન સ્વીકારીએ છીએ. એથી ત્યારે પણ=વ્યવહારકાળમાં પણ, તે અક્ષત છે ધ્યાન અક્ષત છે, એ પ્રકારના શ્લોકનું તાત્પર્ય છે. li૨૮ll
રહસુવ્યાપારમ માં ‘૩પ' થી એ કહેવું છે કે ચિત્તનિરોધને તો અમે ધ્યાન સ્વીકારીએ છીએ, પરંતુ કરણોના દઢ સુવ્યાપારને પણ અમે ધ્યાન સ્વીકારીએ છીએ.
તપિ માં “પિ' થી એ કહેવું છે કે નિર્વિકલ્પદશામાં તો ધ્યાન અક્ષત છે, પરંતુ ત્યારે પણ=વ્યવહારમાં પણ, ધ્યાન અક્ષત છે. ભાવાર્થ :
પ્રસ્તુત દીક્ષાનો પ્રસ્તાવ છે, અને સાધુ દીક્ષા ગ્રહણ કરે ત્યારે પ્રથમ ભૂમિકામાં શુભઉપયોગવાળા હોય છે, અને અસંગઅવસ્થાની ભૂમિકા પામે ત્યારે શુદ્ધઉપયોગવાળા હોય છે; અને શુભઉપયોગવાળા સાધુને આશ્રયીને દિગંબરો કહે છે કે “સાધુનો શુભઉપયોગ પ્રધાનરૂપે મોક્ષનું કારણ નથી, પરંતુ શુદ્ધઉપયોગમાં વર્તતા મુનિઓની આચરણા પ્રધાનરૂપે મોક્ષનું કારણ છે.” તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર શુભઉપયોગ અને શુદ્ધઉપયોગ બંને સાધારણપણાથી મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પ્રધાન હેતુ છે, તે બતાવવા અર્થે કહે છે – સંયમની સર્વ ઉચિત આચરણારૂપ વ્યવહારમાં પણ મોહના ઉમૂલનને અનુકૂળ ત્રણેય કરણોના દઢ સુવ્યાપારરૂપ ધ્યાન :
જે સાધુઓ સંયમ ગ્રહણના પ્રારંભકાળમાં પણ મન-વચન-કાયાથી ગુપ્ત થઈને સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેઓમાં મન-વચન-કાયારૂપ ત્રણેય કરણોનો મોહના ઉમૂલનને અનુકૂળ દઢ સુવ્યાપાર વર્તે છે અર્થાત્ સંયમના ક્રિયાકાળમાં વધતી જતી શ્રદ્ધા-મેધા-શ્રુતિ-ધારણા અને અનુપ્રેક્ષાથી સંવલિત કરણોનો દૃઢ સુવ્યાપાર છે. તેથી તેઓ શુદ્ધઉપયોગમાં નહિ હોવા છતાં મોહના ઉન્મેલનને અનુકૂળ ધ્યાનવાળા છે જ અને અમે ચિત્તનિરોધમાત્રને ધ્યાન સ્વીકારતા નથી; પરંતુ કરણોના દઢ સુવ્યાપારને પણ ધ્યાન સ્વીકારીએ છીએ, તેથી જે સાધુ અધ્યાત્માદિ પાંચ યોગમાંથી ધ્યાનયોગમાં નથી, પરંતુ અધ્યાત્મયોગ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org