________________
ભિક્ષાવિંશિકા/શ્લોક-૧૧ આત્માના પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવાના લક્ષ્યમાં સદા નિરત હોય છે. આથી મુનિને અધ્યાત્મધ્યાનનિરત કહેલ છે.
અધ્યાત્મધ્યાનનિરત મુનિઓ કેવા હોય છે, તે બતાવે છે – (૨૪) હાથથી અને પગથી સંયત ભાવભિક્ષુ -
અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ હાથ અને પગ બંનેને પ્રવર્તાવતા નથી, પરંતુ દેહને કાચબાની જેમ લીન રાખીને શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવા માટે આત્મિક ભાવોમાં સુદઢ વ્યાપારવાળા થઈને જગત પ્રત્યે ઉપેક્ષાના ભાવવાળા થવા માટે ઉદ્યમ કરતા હોય છે, અને ક્વચિત્ સંયમવૃદ્ધિનું કોઈ કારણ હોય તો સમ્યગુ યતનાપૂર્વક ગમનની પ્રવૃત્તિ કરે છે. તેથી મુનિ હાથ અને પગથી અર્થાત્ કાયાથી સંયત હોય છે. આ રીતે મુનિ કાયમુર્તિવાળા છે તેમ બતાવ્યું. (૨૫) વાણીથી સંયત ભાવભિક્ષુ -
અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ કોઈ પ્રયોજન ન હોય તો કર્મબંધના કારણભૂત એવા વચનવ્યાપાર કરતા નથી. તેથી અકુશળ વાગ્યોગના નિરોધવાળા છે. વળી સંયમવૃદ્ધિમાં ઉપયોગી એવી વાણીનો વ્યાપાર આવશ્યક જણાય ત્યારે, કર્મનિર્જરાનું કારણ બને એ રીતે કુશળ વાણીનો વ્યાપાર કરે છે, જે સ્વ-પરના હિતનું કારણ બને છે. આ રીતે મુનિ વાગુપ્તિવાળા છે, તેમ બતાવ્યું. (૨૬) નિવૃત વિષય પ્રસરવાળા ભાવભિક્ષુ :
અધ્યાત્મધ્યાનનિરત એવા મુનિઓ ઇંદ્રિયોના વિષયોને જોવામાં પ્રવૃત્ત નથી, પરંતુ તેમનું ચિત્ત અંતરંગ આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત હોવાથી ઇંદ્રિયોના વિષયોનો પ્રસર નિવૃત્ત થયેલો છે. આ રીતે મુનિ મનોગુપ્તિવાળા છે, તેમ બતાવ્યું.
અધ્યાત્મધ્યાનનિરત ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિ શું કરે? તે બતાવે છે - (૨૭) સ્વાર્થનું ચિંતવન કરનારા ભાવભિક્ષુ -
અધ્યાત્મધ્યાનનિરત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિ સદા સૂત્ર અને અર્થનું ચિંતવન કરીને આત્માને પારમાર્થિક ભાવોથી વાસિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org