________________
ભિક્ષદ્વત્રિશિકા/બ્લોક-૩ ટીકાર્ચ -
રોશ ..... ઉચિતયો વાન શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે – શિકને અને કૃતાદિ અન્ય સાવધને ભાવભિક્ષુ વાપરતા નથી એમ સંબંધ છે. યુદ્ધોવત્તધ્રુવો તો અર્થ કરે છે –
બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા ધ્રુવયોગવાળા=જિનવચન વડે હંમેશા ઉચિત યોગવાળા ભાવભિક્ષ છે, એમ સંબંધ છે. Imali ભાવાર્થ - (૩) ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા ભાવભિક્ષુ -
ભગવાને કહેલા ધ્રુવપદના કારણભૂત યોગમાં જે સાધુઓ નિત્ય ઉદ્યમવાળા છે અર્થાત્ ધ્રુવપદરૂપ મોક્ષનું કારણ બને તેવી સમિતિ-ગુપ્તિઓની સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં જે સાધુ ઉદ્યમવાળા છે તેઓ ભાવભિક્ષુ છે. (૪) ત્રસ અને સ્થાવર જીવોના ઘાતથી થયેલા ઓદેશિક આહારને નહિ વાપરનારા ભાવભિક્ષુ -
વળી સમિતિ-ગુપ્તિઓની ઉચિત પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળા સાધુ સંયમના ઉપષ્ટભક દેહ અર્થે આહાર ગ્રહણ કરે છે, તે આહાર પણ ત્રણ-સ્થાવર જીવના ઘાતથી ઉત્પન્ન થયેલા ઔદેશિક આહારને કે કૃતાદિ અન્ય સાવદ્ય આહારને ગ્રહણ કરતા નથી અર્થાતુ ઉપલક્ષણથી ભિક્ષાના સર્વ દોષોનો પરિહાર કરે છે, તેઓ ભાવભિક્ષુ છે. (૫) ચાર કષાયનું વમન કરનારા ભાવભિક્ષુ -
વળી તેવા સાધુઓ ચાર પ્રકારના કષાયોનું સતત વમન કરે છે. અનાદિકાળથી આત્મામાં ચાર કષાયો સંસ્કારરૂપે સ્થિર થયેલા છે, અને તે ચાર કષાયોનાં આપાદક કર્મો સતત ઉદયમાં પ્રવર્તી રહ્યાં છે. તે કષાયોના ઉદયને કે તે કષાયોના સંસ્કારોને સાધુઓ પરવશ થતા નથી, પરંતુ તે કષાયોના ઉચ્છેદ માટે સતત ઉદ્યમ કરીને અકષાયભાવના સંસ્કારોનું આધાર કરે છે. તેથી કષાયોના સંસ્કારો ક્ષીણક્ષીણતર થાય છે અને કષાયોનાં આપાદક કર્મો કષાયોની વૃદ્ધિમાં કારણ બનતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org