________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૩
સ્વરૂપથી વીતરાગ-સર્વજ્ઞ તુલ્ય છે, પરંતુ કર્મને વશ પૃથ્વીકાયાદિરૂપે થયેલા છે, તે સર્વ જીવો સુખના ઈચ્છુક છે અને દુઃખના દ્વેષી છે. માટે કોઈ જીવોને પોતાનાથી દુઃખ ઉત્પન્ન ન થાય અને કોઈ જીવોને સુખની પ્રાપ્તિમાં પોતાનાથી વિઘ્નભૂત ન બનાય તે રીતે જેઓ પાંચ મહાવ્રતોમાં રત રહે છે, તેઓ ભાવભિક્ષુ છે અર્થાત્ પાંચ મહાવ્રતોનું સમ્યક્ પાલન ક૨વા અર્થે તેના ઉપાયભૂત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓમાં સદા ઉદ્યમવાળા છે, તેવા સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવવિભક્ષુ છે. શા
અવતરણિકા :
વળી અન્ય રીતે ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે
શ્લોક ઃ
औद्देशिकं न भुञ्जीत त्रसस्थावरघातजम् । बुद्धोक्तध्रुवयोगी यः कषायांश्चतुरो वमेत् ||३॥
-
અન્વયાર્થ :
યુદ્ધોવત્તધ્રુવયો -બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા એવા ય:=જે ભિક્ષુ સંસ્થાવરધાતનમ્−ત્રસ અને સ્થાવર જીવના ઘાતથી પેદા થયેલા ગોદ્દેશિ=ઔદ્દેશિક આહારને ન મુગ્ગીત=વાપરતા નથી 7-અને ચતુર: બાયાન્=ચાર કષાયોને વમેવમે છે તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક૧૭ સાથે સંબંધ છે. ।।૩।।
શ્લોકાર્થ:
બુદ્ધ એવા ભગવાન વડે કહેવાયેલા વચનથી ધ્રુવયોગવાળા એવા જે ભિક્ષુ, ત્રસ અને સ્થાવર જીવના ઘાતથી પેદા થયેલા ઔદ્દેશિક આહારને વાપરતા નથી અને ચાર કષાયોને વમે છે, તે ભાવભિક્ષુ છે. II3II
ટીકા
औद्देशिकमिति- औद्देशिकं कृताद्यन्यच्च सावद्यं । बुद्धोक्तेन - जिनवचनेन, ધ્રુવયોની=નિત્યોચિતયો વાન્ 113 ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org