________________
ઉ૮
યોગમાયાભ્યહાવિંશિકા/શ્લોક-૧૪/૧૫ પ્રકાશનું, જે ક્લેશકર્મ આદિ આવરણ=પાતંજલ મત પ્રમાણે પાતંજલયોગસૂત્ર૨૩માં કહેલ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશસ્વરૂપ પાંચ ક્લેશ અને શુભ-અશુભ કર્મ તથા સ્વદર્શન પ્રમાણે જ્ઞાનને આવરણ કરે એવાં જે કર્મો, તે વગેરેનો ક્ષય થવાથી ચિત્તના સર્વ મલો ક્ષય પામે છેકચિત્તમાં વર્તતા મોહના ભાવો અને મોહનાં આપાદક કર્મો ક્ષય પામે છે. તેથી નિરાવરણ થયેલા એવો આત્માનો જ્ઞાનસ્વરૂપ પ્રકાશ આવિર્ભાવ પામે છે. નોંધઃ- દેહથી બહાર જે મનોવૃત્તિઃમનનો જે લગાવ છે તે વિદેહા કહેવાય છે.
સંસારી જીવોને દેહમાં મનોવૃત્તિ હોય છે અને દેહથી બહાર વિષયોમાં પણ મનોવૃત્તિ હોય છે.. દેહથી બહાર વિષયોમાં જે મનોવૃત્તિ છે તે વિદેહા કહેવાય છે.
દેહથી બહાર આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે મનોવૃત્તિઃમનનો લગાવ તે મહાવિદેહા કહેવાય છે.
સાધક યોગીઓ શરીર પ્રત્યે નિરપેક્ષ હોય છે. તેમને શરીરના ઉપષ્ટભક એવા બાહ્ય વિષયોમાં મનોવૃત્તિ હોતી નથી, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં મનોવૃત્તિ હોય છે, તેથી તેમની મનોવૃત્તિને મહાવિદેહા કહેવાય છે અર્થાત્ દેહથી બહાર એવી આત્માના શુદ્ધ ભાવમાં આ મનોવૃત્તિ છે તેથી અકલ્પિત છે. II૧૪.
અવતરણિકા :
પાતંજલ મત પ્રમાણે યોગનું અન્ય એક માહાભ્ય પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક :
स्थूलादिसंयमाद् भूतजयोऽस्मादणिमादिकम् ।
कायसंपच्च तद्धर्मानभिघातश्च जायते ।।१५।। અન્વયાર્થ -
પૂનાવિસંમત્રિશૂલાદિમાં સંયમ કરવાથી=પાંચ ભૂતોની સ્થૂલાદિ પાંચ અવસ્થાવિશેષ છે તેમાં સંયમ કરવાથી, ભૂતજય થાય છે. સ્મા—આનાથી=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org