________________
૧૭
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪
કઈ રીતે આકાશમાં ગતિ કરે છે, તે બતાવે છે –
પ્રથમ પોતાના શરીર અને આકાશનો સંબંધ કર્યા પછી પોતાના શરીરને હલકા રૂ જેવો વિચારીને તેમાં તન્મય થવાથી પોતે હલકા રૂ જેવા બને છે, ત્યારે, પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચરણ કરે છે અર્થાત્ તેના દેહનો લઘુભાવ આકાશમાં જવા સમર્થ નથી, પરંતુ જલના આધારના બળથી જલ ઉપર ચાલી શકે તેટલો લઘુભાવ થયેલો છે, અને તે સંયમથી જ્યારે લઘુભાવ વધે ત્યારે કરોળિયાના તંતુકાળને અવલંબીને સંચરણ કરવા સમર્થ બને છે, અને ફરી સંયમ કરવાથી તે લઘુભાવ હજુ અધિક થાય ત્યારે સૂર્યનાં કિરણોને ગ્રહણ કરીને ઇચ્છા પ્રમાણે આકાશમાં ગતિ કરી શકે છે. (૨૫) મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિઃ
મહાવિદેહ એવી મનોવૃત્તિમાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. મહાવિદેહા મનોવૃત્તિ શું છે ? તે સ્પષ્ટ કરે છે –
જ્યારે યોગી પોતાના શરીર પ્રત્યે નિરપેક્ષ થાય છે ત્યારે શરીરથી બહિરુ એવા પોતાના આત્મભાવમાં મનોવૃત્તિવાળા થાય છે તે અકલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે આત્માના ભાવો મહાન છે.
જેમને શરીરમાં અહંકાર છે તેમને બાહ્ય પદાર્થોમાં જે મનોવૃત્તિ થાય છે, તે કલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે બાહ્ય ઇંદ્રિયોના વિષયોમાં સ્વકલ્પનાથી તે પદાર્થો પ્રત્યે સંશ્લેષ પામે છે, અને શરીરના અહંકારવાળા જીવોને વર્તતી બહિર્મનોવૃત્તિ કલ્પિત હોવાથી મહાવિદેહ કહેવાતી નથી, પરંતુ દેહથી બહાર મનોવૃત્તિ જેઓને છે, તેઓની તે મનોવૃત્તિ વિદેહા કહેવાય છે; અને શરીર પ્રત્યેના અહંકાર વગરના યોગીઓને દેહથી બહાર એવી આત્મભાવમાં જે મનોવૃત્તિ છે, તે પારમાર્થિક હોવાથી મહાવિદેહા કહેવાય છે, અને તેમાં સંયમ કરવાથી=શરીરથી બહાર એવા શુદ્ધ આત્મભાવમાં વર્તતી મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી, શુદ્ધ સત્ત્વસ્વરૂપ પ્રકાશનું શુદ્ધ આત્માના જ્ઞાનસ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org