________________
યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૧૩
૬૩ શ્રોત્રાશયો ..... શ્રોત્રમ્” || શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમથી દિવ્ય શ્રોત્ર થાય છે”. ૧૩ાા. ભાવાર્થ –
પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો બતાવે છે – (૨૧) સમાનવાયુના જયથી તેજની સિદ્ધિ -
શરીરમાં જઠરાગ્નિને વીંટળાઈને રહેલ સમાન વાયુ છે, અને યોગીઓ સમાન વાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે એ રૂપ સંયમ થવાથી, જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન વાયુનો જય થાય છે. તેથી નિરાવરણ થયેલો એવો જઠરાગ્નિ ઊર્ધ્વગમન કરે છે, માટે યોગીના શરીરમાં અગ્નિ જેવું લાલ તેજ પ્રગટે છે અર્થાત્ સમાન વાયુનો જય કરનાર યોગીનું શરીર સૂર્યના તેજ જેવું લાલ દેખાય છે. (૨૨) ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગપણાની સિદ્ધિઃ
ફકાટિકાદેશથી માંડીને=કંઠદેશથી મસ્તક સુધી ઉદાનવાયુ રહેલો છે, અને તે ઉદાનવાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી ઉદાનવાયુનો જય થાય છે અને ઇતરવાયુનો નિરોધ થાય છે, તેથી યોગનું શરીર હલકું થઈ જવાને કારણે પાણી આદિની સાથે સંગ વગરનું બને છે અર્થાત્ મોટી નદી આદિમાં તે યોગી હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ પાણીમાં ડૂબી જતા નથી તથા કાદવ ઉપર હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાદવમાં ખેંચી જતા નથી અને તીણ કાંટા ઉપર પણ હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાંટા પગમાં લાગતા નથી. (૨૩) શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ:
શ્રોત્રેન્દ્રિય અને આકાશ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી યોગીને એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને અત્યંત દૂર રહેલા શબ્દોને ગ્રહણ કરવા સમર્થ બને એવા દિવ્ય શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. II૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org