SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વર યદ્ગવતમ્ - જે કારણથી પાતંજલયોગસૂત્ર-૩/૪૦માં કહેવાયું છે “સમાન. જ્વલન: (મ્)” । ‘સમાનના જયથી જ્વલન=અગ્નિ જેવું તેજ થાય છે અર્થાત્ સમાનવાયુના જયથી યોગી અગ્નિ જેવા લાલ ચમકતા લાગે છે.” ..... યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ उदानस्य અપ્રતિરુદ્ધતા । કૃકાટિકા દેશથી=કંઠદેશથી શિરોવૃત્તિ સુધીના=મસ્તક સુધી રહેલા, ઉદાનવાયુના જયથી ઇતર વાયુનો તિરોધ થવાને કારણે ઊર્ધ્વગતિપણાની સિદ્ધિ હોવાથી=ઉદાનવાયુના ઊર્ધ્વગતિપણાની સિદ્ધિ હોવાથી, જલાદિ સાથે અસંગતા=અપ્રતિરુદ્ધતા, થાય છે. ..... ઉદાનવાયુના જયથી યોગીને શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે બિતોવાનો ..... પઘ્ધતીત્યર્થઃ, જીતી લીધો છે ઉદાનવાયુને જેમણે એવા યોગી મહાનદી આદિમાં, મોટા કાદવમાં અને તીક્ષ્ણ કાંટાઓમાં સજ્જ થતા નથી=સંગ પામતા નથી, પરંતુ લઘુપણું હોવાથી રૂના પિંડની જેમ તેનાથી=ઉદાનવાયુથી, જલાદિમાં નહિ ડૂબતા ઉપરમાં=જલાદિના ઉપરમાં, જાય છે, એ પ્રકારનો અર્થ છે. — તનુત્તમ્ - ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગતા થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૯માં કહેવાયું છે – ..... “વાન રાન્તિશ્વ” । “ઉદાનવાયુના જયથી જલ, કાદવ અને કંટકાદિમાં અસંગ અને ઉત્ક્રાંતિ છે.” श्रोत्रं મતિ, શબ્દગ્રાહક આહંકારિક ઇન્દ્રિય શ્રોત્ર છે. વ્યોમ= શબ્દતભાત્રાથી ઉત્પન્ન થયેલું આકાશ છે. તે બેના=શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દેશ-દેશીભાવ સંબંધમાં સંયમ કરવાથી અર્થાત્ આકાશદેશમાં રહેલું એવું દેશિ શ્રોત્ર, એ બેના દેશ-દેશિભાવ સંબંધમાં સંયમ કરવાથી, દિવ્ય=એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ શબ્દગ્રહણમાં સમર્થ એવું શ્રોત્ર થાય છે. Jain Education International તવુંવતમ્ - તે=શ્રોત્ર અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર થાય છે તે, પાતંજલયોગસૂત્ર-૩/૪૧માં કહેવાયું છે – For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy