________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૨
"बन्धकारण પરશરીર વેશ:(પ્રવેશ:)” ।। કૃતિ “બંધના કારણના શિથિલપણાથી
અને ચિત્તના પ્રચારના સંવેદનથી ચિત્તનો પરશરીરમાં પ્રવેશ થાય છે.
.....
"
રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૨।।
* વિતક્ષેતિ - મુદ્રિત પ્રતમાં અશુદ્ધ પાઠ છે, તેના સ્થાને વિજ્ઞક્ષોતિ શુદ્ધ પાઠ છે. તેથી તે પાઠ ગ્રહણ કરેલ છે.
૫૯
* શ્વરવત્તેન વ્યવહતિ, પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્રની રાજમાર્તંડ ટીકામાં સ્વશરીરવત્તેન વ્યવહરતિ, પાઠ છે, તે સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે.
* પરશરીરાવેશઃ - મુદ્રિત પ્રતમાં પાતંજલયોગસૂત્ર-૩⟩૩૮ ઉદ્ધરણમાં પરશરીરાવેશઃ પાઠ છે, ત્યાં પાતંજલયોગસૂત્ર-૩/૩૮માં પરશરીરપ્રવેશઃ પાઠ છે, તે સંગત જણાય છે.
ભાવાર્થ:
(૨૦) પરકાયપ્રવેશ શક્તિ :
પાતંજલદર્શનની પ્રક્રિયા પ્રમાણે દરેકનો આત્મા સર્વવ્યાપી છે અને ચિત્ત પણ સર્વવ્યાપી છે. આમ છતાં નિયત કર્મના વશથી શરીર અંતર્ગત ભોક્તા અને ભોગ્યભાવરૂપે ચિત્ત અને આત્માનું સંવેદન થાય છે અર્થાત્ ચિત્ત ભોગ્ય છે અને આત્મા ભોક્તા છે તે રૂપે સંસારી જીવોને સંવેદન થાય છે, તે શરીરબંધ કહેવાય છે=શરીરમાં આત્મા અને ચિત્ત બંધાયેલાં છે તેમ કહેવાય છે.
તે શરીરબંધનું કારણ ધર્મ-અધર્મ નામનું કર્મ છે. યોગની સાધનાથી યોગી જ્યારે સમાધિને પામે છે, ત્યારે તે કર્મ શિથિલ થાય છે, અને હૃદયપ્રદેશથી ઇન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી ચિત્તનો જે પ્રચાર થાય છે, તેનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત પરશરીરમાં પ્રવેશ પામે છે, અને ૫૨શરીરમાં પ્રવેશ પામતું એવું ચિત્ત જેમ મધમાખીઓ મધુરાજને અનુસરે છે, તેમ પરશરીરની ઇન્દ્રિયોને અનુસરે છે, અને તે ૫૨શરીર સાથે તે યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે.
Jain Education International
આશય એ છે કે આત્મા અને ચિત્ત સર્વવ્યાપી છે, પરંતુ કર્મના વશથી તે બંને નિયત શરીરમાં બંધાયેલાં છે. સમાધિના વશથી જ્યારે તે કર્મનો નાશ થાય છે, ત્યારે યોગીનું ચિત્ત અને યોગીનો આત્મા શરીરના નિયંત્રણથી મુક્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org