SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ (૨) શ્રાવણ જ્ઞાન - શ્રોત્રેન્દ્રિયજન્ય દિવ્ય જ્ઞાન થાય ત્યારે દિવ્ય શબ્દોને યોગી જાણી શકે છે અર્થાત્ જે દિવ્ય શબ્દો દેવલોકમાં રહેલા દેવતા બોલતા હોય, તે શબ્દો સામાન્ય પુરુષ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ ન કરી શકે, તે શબ્દોને સાધક યોગી જાણી શકે છે. (૩) વેદનાજ્ઞાન : સ્પર્શેન્દ્રિયજન્ય વેદનાજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય સ્પર્શના વિષયને તે યોગી જાણી શકે છે. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧ (૪) આદર્શજ્ઞાન : ચક્ષુરિન્દ્રિયજન્ય આદર્શજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય રૂપનું જ્ઞાન તે યોગી કરી શકે છે. (૫) આસ્વાદજ્ઞાન ઃ રસનેન્દ્રિયજન્ય આસ્વાદજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય રસના આસ્વાદનું જ્ઞાન થાય છે. (૬) વાર્તાજ્ઞાન : ઘ્રાણેન્દ્રિયજન્ય વાર્તાજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય ગંધનો અનુભવ થાય છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તાજ્ઞાનો સમાધિમાં વિઘ્નરૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ : જેમ પ્રાતિભજ્ઞાન થવાથી યોગીને હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, તેમ યોગીને પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઇન્દ્રિયોનું દિવ્યજ્ઞાન થાય તો હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, અને તે વખતે યોગી સમાધિમાં હોય તો હર્ષ-વિસ્મયાદિને કારણે તે યોગીની સમાધિ શિથિલ થાય છે, માટે પાંચે ઇન્દ્રિયોનાં દિવ્યજ્ઞાનો પ્રાતિભજ્ઞાનની જેમ તે યોગીની સમાધિમાં વિઘ્નભૂત છે; અને વ્યુત્થાનદશામાં પાંચે ઇન્દ્રિયોના દિવ્યજ્ઞાનોમાંથી કોઈપણ દિવ્યજ્ઞાન થાય તો સમાધિમાં ઉત્સાહ થાય છે, તેથી તે દિવ્યજ્ઞાનો યોગી માટે વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. ૧૧॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy