________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧
૫૫
તે પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગી સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને વિપ્રકૃષ્ટ પદાર્થોને જોઈ શકે છે. આવું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થવાથી યોગીને હર્ષ, વિસ્મય કે પ્રીતિ વગેરે થાય તો નિર્લેપદશામાં સુદૃઢ યત્નરૂપ સમાધિમાં શિથિલતા આવે છે, તોપણ તે યોગીને પ્રાતિભજ્ઞાન પ્રગટે ત્યારે વ્યુત્થાનદશા હોય તો સમાધિમાં જવા માટેનો ઉત્સાહ પ્રગટે છે; કેમ કે પૂર્વશ્લોકમાં કહ્યું તે સ્વાર્થમાં સંયમ ક૨વાને કારણે યોગીને જે વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રગટ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થવાને કારણે તે પ્રકારનો સુદૃઢ વ્યાપાર કરવાનો ઉત્સાહ થાય છે. વળી પ્રાતિભજ્ઞાનથી સૂક્ષ્મ બોધ થયેલો હોવાને કારણે સમાધિમાં વિશેષ પ્રકારના યત્નમાં તે પ્રાતિભજ્ઞાન સહાયક બને છે, તેથી વ્યવહારદશામાં વિશિષ્ટ ફળને આપનારું પ્રાતિભજ્ઞાન છે, માટે તે પ્રાતિભજ્ઞાન યોગી માટે યોગસાધના અર્થે ઉપયોગી એવી સિદ્ધિ છે.
વિશેષાર્થ :
જ્યારે યોગી સમાધિમાં હોય છે, ત્યારે સર્વ વિકલ્પોથી ૫૨ એવો નિર્વિકલ્પ ઉપયોગ હોય છે, અને તે વખતે યોગીનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું હોય છે; અને પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગીને હર્ષ થાય કે વિસ્મય થાય કે પ્રીતિ વગેરે થાય તો તે પ્રાતિભજ્ઞાન પ્રત્યે સંગનો પરિણામ વર્તે છે, અને સંગ અવસ્થામાં નિર્વિકલ્પસમાધિ રહી શકે નહિ. તેથી નિર્વિકલ્પસમાધિમાંથી યોગી શિથિલભાવવાળા થાય છે, માટે તે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત છે. આમ છતાં સમાધિમાં યત્ન કરવા માટે તે પ્રાતિભજ્ઞાન સહાયક પણ છે. આથી જ વ્યુત્થાનદશામાં રહેલા યોગીઓને તે પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિથી હર્ષાદિ થાય છે તોપણ તે હર્ષાદિ સમાધિમાં સુદૃઢ યત્ન કરવા માટે ઉત્સાહિત કરે છે, અને પ્રાતિભજ્ઞાનનો વિશેષ બોધ વિશિષ્ટ સમાધિમાં યત્ન કરવા માટે ઉપયોગી થાય છે.
વળી અભ્યાસ કરાતા સ્વાર્થસંયમરૂપ પુરુષસંયમથી પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચે ઇન્દ્રિયોના વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મનોજન્ય પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચે ઇન્દ્રિયોના વિશેષ પ્રકારનાં જ્ઞાનો પ્રગટે છે. તે જ્ઞાનોથી તે તે ઇન્દ્રિયોના દિવ્ય વિષયોનું જ્ઞાન થાય છે. તે બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org