________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૧
(૫) આસ્વાદ=રસનેન્દ્રિયજન્ય જ્ઞાન.
આસ્વાદનો અર્થ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન કેમ કર્યો, તે સ્પષ્ટ કરે છે
આવા દ્વારા-રસનેન્દ્રિય દ્વારા, આસ્વાદ કરાય છે, એથી કરીને આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમને કારણે થનારા રસનેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્યરસની સંવિત્ થાય છે.
(૬) વાર્તા=ગંધની સંવિતિ=જ્ઞાન.
વાર્તા શબ્દનો અર્થ ગંધસંવિત્ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરે છે
‘વૃત્તિ’ શબ્દથી તાંત્રિકી પરિભાષાથી=પાતંજલદર્શનની શાસ્ત્રીય પરિભાષાથી, ઘ્રાણેન્દ્રિય કહેવાય છે.
‘વૃત્તિ’ શબ્દથી ઘ્રાણેન્દ્રિય કેમ ગ્રહણ થાય ? તે સ્પષ્ટ કરે છે
વર્તમાન એવા ગંધના વિષયમાં પ્રવર્તે છે એથી કરીને વૃત્તિમાં= ઘ્રાણેન્દ્રિયમાં, થતારી વાર્તા તે ગંધસંવિત્ છે, જેના પ્રકર્ષથી=સ્વાર્થસંયમથી થનાર ઘ્રાણેન્દ્રિયજન્ય જ્ઞાનના પ્રકર્ષથી, દિવ્ય ગંધનો અનુભવ થાય છે અને આ વિત્તિઓ=જ્ઞાનો, થાય છે.
.....
૫૩
-
નવુંવતમ્ - તે=સ્વાર્થસંયમથી પ્રાતિભાદિ જ્ઞાનો થાય છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં કહેવાયું છે.
“તત: નાયતે”, “તેનાથી=સ્વાર્થસંયમથી, પ્રાતિભ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા થાય છે.”
.....
एताश्च સિદ્ધયઃ, અને આ=પૂર્વમાં કહેલી વિત્તિઓ=જ્ઞાનો, પ્રકર્ષને પામતી છતી સમાધિનાં વિઘ્નો છે; કેમ કે હર્ષ અને વિસ્મયાદિકરણ દ્વારા તેનું શિથિલીકરણ છે=સમાધિનું શિથિલીકરણ છે, અને વ્યુત્થાનમાં= વ્યવહારદશામાં, સમાધિના ઉત્સાહનું જનન હોવાથી અને વિશિષ્ટ ફળ આપવાપણું હોવાથી સિદ્ધિઓ છે.
Jain Education International
યત વતમ્ - જે કારણથી પાતંજલયોગસૂત્ર-૩/૩૭માં કહેવાયું છે. “તે .... સિદ્ધયઃ” ।।‘તે=પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં બતાવેલ ફળવિશેષો સમાધિમાં ઉપસર્ગો છે. વળી વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે.”. ।।૧૧।
For Private & Personal Use Only
www.jainelibrary.org