________________
૫૦
યોગમાયાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦/૧૧ હોવાથી પરાર્થક છે; અને પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો પુરુષનો સ્વ અર્થ છે, અને પુરુષનો સ્વ અર્થ એ છે કે આત્માના શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં રહેવું. તેથી પોતાના સ્વરૂપમાત્રના આલંબનવાળી અને બાહ્ય પદાર્થોમાં કર્તુત્વના અભિમાનનો જેણે ત્યાગ કર્યો છે, તેવી જે બુદ્ધિ છે, તે બુદ્ધિમાં શુદ્ધ આત્માની ચિત્ છાયા સક્રાંત થાય છે, તે પુરુષનો સ્વ અર્થ છે; અને તે પુરુષના સ્વ અર્થમાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે પુરુષની મતિજ્ઞાનરૂપ બુદ્ધિ વિકલ્પ વગરના આત્માના શુદ્ધ સ્વરૂપમાં સંયમવાળી છે અર્થાત્ આત્માનો નિર્વિકલ્પ જે ઉપયોગ છે, તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને તે આત્માના શુદ્ધ સ્વરૂપમાં ચિત્તને સ્થાપન કરીને જે યોગી ધારણા, ધ્યાન અને સમાધિના ઉપયોગવાળા છે, તે યોગીને પુરુષની સંવિતું થાય છે અર્થાત્ શુદ્ધ આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે.
આ પ્રકારનો અર્થ કર્યા પછી, પુરુષનું જ્ઞાન થાય છે તેમ કહેવાથી પુરુષ જ્ઞય છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પાતંજલદર્શનકાર કહે છે કે પુરુષ જ્ઞાતા છે, અને તે જ્ઞાતા એવો પુરુષ આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, તેમ જાણે છે; પરંતુ પુરુષ શેય નથી; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે, એ પ્રકારે ભાવ છે. ll૧ના
નોંધ – પાતંજલ મત પ્રમાણે પુરુષ જ્ઞાતા છે, જોય નથી. જ્યારે જૈનદર્શન પ્રક્રિયા પ્રમાણે જ્ઞાનનો વિષય જેમ અન્ય પદાર્થો છે, તેમ પુરુષ પણ જ્ઞાનનો વિષય છે, તેથી પુરુષ જેમ શેયનો જ્ઞાતા છે તેમ સ્વયં શેય પણ છે. અવતરણિકા :
શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંચિત્ થાય છે. હવે તે સ્વાર્થના સંયમથી અન્ય કેવાં કેવાં જ્ઞાતો થાય છે, તે બતાવતાં કહે છે – શ્લોક -
समाधिविघ्ना व्युत्थाने सिद्धयः प्रातिभं ततः । શ્રાવ વેનદર્શાવાદિવષ્ય વિત્ત: પારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org