________________
૪૯
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અર્થ છે, અને તે પુરુષના અર્થમાં યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે પુરુષવિષયક સંવિતું થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે પુરુષની સંવિતું થાય છે એમ કહેવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે, તેનો અર્થ જણાય, અને પુરુષ જ્ઞાનનો વિષય બનતો નથી, પરંતુ પુરુષ જ્ઞાતા છે. તેથી પુરુષવિષયક સંવિત્ર થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે –
આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, એમ પુરુષ જાણે છે અર્થાત્ સ્વબુદ્ધિનિષ્ઠ પુરુષના સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન વર્તે છે, અને તે જ્ઞાન પરાર્થક એવા ભોગથી ભિન્ન છે, એમ પુરુષ જાણે છે, પરંતુ પુરુષ જ્ઞાતા છે, જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે પુરુષની સંવિત્ થાય છે, એમ સ્વીકારીએ તો પુરુષને જ્ઞેય સ્વીકારવાની આપત્તિ આવે, અને જે જ્ઞાતા હોય તે શેય થઈ શકે નહિ; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે. તેથી પુરુષ જ્ઞાતા છે અને બુદ્ધિ ષેય છે. તેથી ય એવી બુદ્ધિને પુરુષ જાણે છે, તેમ પાતંજલમતવાળા સ્વીકારે છે. વિશેષાર્થ :સ્વદર્શન પ્રમાણે પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંવિશુદ્ધ આત્માના સ્વરૂપનું જ્ઞાન -
અહીં વિશેષ એ છે કે સત્ત્વ=બુદ્ધિ, અને તે બુદ્ધિ સ્વદર્શન પ્રમાણે મતિજ્ઞાનરૂપ છે, અને પાતંજલયોગદર્શનવાળા તે બુદ્ધિને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ સ્વીકારે છે, અને પુરુષના પ્રતિબિંબને કારણે ચેતન જેવી બુદ્ધિને સ્વીકારે છે, અને તે મતિજ્ઞાનરૂપ બુદ્ધિમાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થાય છે. સંસારી જીવોની તે બુદ્ધિ સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનવાળી હોય છે અર્થાત્ સંસારી જીવોની બુદ્ધિ ઇષ્ટ પદાર્થમાં સુખનો અનુભવ કરે છે, અનિષ્ટ પદાર્થમાં દુઃખનો અનુભવ કરે છે, અને બાહ્ય કૃત્યોમાં કર્તુત્વનું અભિમાન કરે છે, તે ત્રણ બુદ્ધિનો ભોગ છે; અને તે બુદ્ધિનો ભોગ બુદ્ધિથી ભિન્ન એવા પુરુષ માટે છે, અને આ ભોગ બુદ્ધિથી ભિન્ન એવા પુરુષ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org