________________
૪૮
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ રાગાદિ ભાવો દરેક જીવને સ્વસંવેદનથી જણાય છે, તેમ તે યોગી પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોને પણ યથાર્થ જાણી શકે છે. આથી કોઈ અન્ય પુરુષ કોઈ રાગાદિ ભાવોમાં વર્તતો હોય, અને તેના મુખ ઉપર તે રાગાદિ ભાવોના કોઈ વિકારો ન થાય તે પ્રકારના સંવૃતભાવવાળો તે અન્ય પુરુષ હોય, તોપણ હૃદયમાં સંયમ કરવાને કારણે પ્રગટ થયેલા ચિત્તના જ્ઞાનને કારણે યોગી તે પુરુષના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોનો યથાર્થ નિર્ણય કરી શકે છે. (૧૯) (i) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ –
પાતંજલયોગદર્શન પ્રમાણે ભોગ પરાર્થક છે અર્થાત્ સત્ત્વથી ભિન્ન એવા પુરુષ અર્થક બુદ્ધિ ભોગ કરે છે, તેથી સત્ત્વરૂપ બુદ્ધિના સ્વઅર્થથી નિરપેક્ષ એવા પુરુષાર્થક ભાગ છે. વળી તે ભોગ પાતંજલ યોગદર્શન પ્રમાણે સત્ત્વ અને પુરુષના અભેદ અધ્યવસાયરૂપ છે.
વસ્તુતઃ સત્ત્વ=બુદ્ધિ, અને પુરુષ=આત્મા, તે બંને ભિન્ન છે. આમ છતાં બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી સત્ત્વ અને પુરુષનો અભેદ અધ્યવસાય બુદ્ધિને થાય છે.
વસ્તુતઃ સત્ત્વને જ સુખ-દુઃખ અને કર્તુત્વનું અભિમાન થાય છે, આમ છતાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થવાને કારણે સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનરૂપ ભોગ પુરુષને થાય છે તેવું જણાય છે, અને તેવા પરાર્થક ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે–પુરુષનો અર્થ છે.
પુરુષનો સ્વ અર્થ શું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાધક યોગી જે વખતે પોતાની ચિત્તવૃત્તિનો વિરોધ કરી રહેલ છે, તે વખતે યોગીનું ચિત્ત સ્વરૂપમાત્રના આલંબનવાળું હોય છે, અને બુદ્ધિ પરિત્યક્તઅહંકારવાળી હોય છે અર્થાત્ બાહ્ય પ્રવૃત્તિ હું કરું છું', તે પ્રકારના અહંકારના ત્યાગવાળી બુદ્ધિ હોય છે, અને તેવા બુદ્ધિરૂપ સત્ત્વમાં શુદ્ધ આત્માની ચિચ્છાયાની સંક્રાંતિ વર્તે છે, તે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો સ્વ અર્થ પુરુષનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org