________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦
૪૭
આ પ્રાતિભજ્ઞાન મનથી થયેલું છે. દરેક જીવમાં પોતાના શુદ્ધ સ્વરૂપને જોવાની પ્રતિભા પડેલી છે, જે શુદ્ધ સ્વરૂપને જોવાની પ્રતિભા બાહ્ય નિમિત્તોની અપેક્ષા વગર મનથી થઈ શકે છે; અને આવી પ્રતિભામાં યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે પોતાનામાં રહેલી તત્ત્વને જોનારી પ્રતિભા આવિર્ભાવ પામે છે, તેને પ્રાતિભજ્ઞાન કહેવાય છે. આથી શાસ્ત્ર ભણીને પણ યોગીઓ સ્વઅનુભવથી વેદ્ય એવા શુદ્ધ આત્માને જોવાની પ્રતિભાને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરતા હોય છે, જે પ્રતિભામાં સંયમ કરવારૂપ યત્ન છે; અને જ્યારે તે યત્ન પ્રકર્ષવાળો થાય છે, ત્યારે પ્રાતિભજ્ઞાન પ્રગટે છે.
(૧૮) હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિદ્
હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત થાય છે, તે અંશ સ્પષ્ટ કરે છે - શરીરના પ્રદેશવિષયમાં=છાતીના ભાગમાં, રહેલું અધોમુખ સ્વલ્પ એવા પુંડરીક આકારવાળું હૃદય છે, અને તે હૃદયમાં મનને સ્થાપીને યોગી જ્યારે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, ત્યારે તે યોગીને ચિત્તની સંવિત્ થાય છે=પોતાના ચિત્તગત વાસનાનું જ્ઞાન થાય છે અને પરના ચિત્તગત રાગાદિનું જ્ઞાન થય છે.
આશય એ છે કે સામાન્યથી પોતાના ચિત્તમાં નિમિત્તને પામીને વર્તતા રાગાદિ ભાવોનું જ્ઞાન કોઈપણ જીવ ઉપયોગપૂર્વક જાણવા યત્ન કરે તો પોતે જાણી શકે છે, પરંતુ પોતાના ચિત્તમાં વર્તમાનમાં જે રાગાદિ ભાવો વ્યક્તરૂપે દેખાતા નથી, આમ છતાં વાસનારૂપે પડેલા છે, તેનું જ્ઞાન સામાન્ય જીવોને થઈ શકતું નથી; પરંતુ હૃદયમાં સંયમ કરવાથી યોગીને તેવું જ્ઞાન પ્રગટે છે કે જેથી પોતાના ચિત્તમાં કયા પ્રકારના રાગાદિ ભાવોની વાસના વર્તી રહી છે, તેનો નિર્ણય થઈ શકે છે.
-:
વળી બીજાના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો બાહ્ય મુખના વિકાર આદિથી સામાન્ય રીતે બુદ્ધિમાન પુરુષ અનુમાનથી જાણી શકે છે, આમ છતાં પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો, મુખના વિકાર આદિ ઉપલબ્ધ ન હોય કે પોતાની તેવી પ્રજ્ઞા ન હોય તો જાણી શકાતા નથી; પરંતુ જે યોગીએ હૃદયમાં સંયમ કરેલો છે, તેના કારણે ચિત્તનું જ્ઞાન થાય છે, તે યોગીને, જેમ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org