________________
૪૬
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૦ આશય એ છે કે બાહ્ય ઉપદેશ આદિ નિમિત્તથી કે કોઈ વિષયના આલંબન આદિ નિમિત્તથી મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રતિભા નથી, પરંતુ કોઈ બાહ્ય નિમિત્ત વગર મનમાત્રથી અર્થાત્ ઇંદ્રિય આદિના આલંબન વગર મનમાત્રથી, સ્વાભાવિક શીધ્ર જ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાન વિસંવાદ વગરનું હોય તો તે જ્ઞાન આત્માની પ્રતિભા છે.
આ પ્રતિભામાં સંયમ કરવામાં આવે ત્યારે પ્રાતિજજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું તારકજ્ઞાન કહેવાય છે. તે તારકજ્ઞાન કેવું છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે --
ઉદય પામતા સૂર્યની પૂર્વપ્રભા જેવું છે અર્થાત્ સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે, તેના જેવું આ પ્રાતિજજ્ઞાન છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિવેકખ્યાતિ એ કેવલજ્ઞાનની અવસ્થા છે, તેની પૂર્વભાવી સંસારથી આત્માને તારે એવું તારકજ્ઞાન થાય છે, જે પ્રતિભજ્ઞાનરૂપ છે, અને કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું આ પ્રાતિજજ્ઞાન છે, અને તે પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે=સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે.
પ્રાતિજજ્ઞાનથી સર્વતઃ સંવિ કેવા પ્રકારની થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે – સંયમાંતરની અપેક્ષા વગર=અન્ય સંયમની અપેક્ષા વગર, સર્વને જાણે છે.
સંયમાંતરની અપેક્ષા વગર પ્રાતિજજ્ઞાનથી સર્વને કેમ જાણે છે ? તેમાં યુક્તિ આપે છે –
પ્રતિભથી સર્વ જાણે છે, એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૩/૩૩નું વચન છે. સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે પ્રતિભજ્ઞાનનું સ્વરૂપ -
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે કેવલજ્ઞાનની પૂર્વે અરુણોદય જેવું પ્રાભિજ્ઞાન થાય છે, અને તે પ્રાતિજજ્ઞાન મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવરૂપ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવી છે. તેથી ચારે જ્ઞાનોમાં જે જણાય છે, તેનાથી અધિક પ્રાતિજજ્ઞાનમાં જણાય છે. આથી ચૌદપૂર્વેના જ્ઞાન કરતાં પણ અધિક પદાર્થોને પ્રાતિજજ્ઞાનથી યોગી જોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org