________________
૪૨
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૯/૧૦ (૧૬) મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન -
મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મરંધ્ર છે, તે મૂર્ધ કહેવાય છે, અને તે મૂર્ધમાં=મસ્તકમાં, જ્યોતિ=પ્રકાશ, સંપિડિત થાય તે મૂર્ધજ્યોતિ કહેવાય. મસ્તકમાં પ્રકાશ કઈ રીતે સંપિડિત થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ ઘરની અંદરમાં રહેલી મણિની પ્રભા ઘરમાં પ્રસર પામે છે, અને ઘરની દીવાલોથી અવરુદ્ધ થવાને કારણે દીવાલોથી અવરુદ્ધ પ્રદેશમાં તે પ્રભા રહે છે, પરંતુ ઘરની બહાર તે પ્રભા જતી નથી; તેમ હૃદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ પ્રસર પામતો બ્રહ્મરંધ્રમાં સંપિડિતપણાને પામે છે, તે મૂર્ધજ્યોતિ કહેવાય છે; અને તે મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને " પૃથ્વીની વચ્ચે રહેલા તે દિવ્યપુરુષોને સંયમ કરનાર યોગી જુએ છે અને તેમની સાથે સંભાષણ કરે છે.
આ યોગના માહાભ્યો યોગના સેવનથી પ્રાપ્ત થાય છે, તેમ પતંજલિઋષિ કહે છે. III અવતરણિકા :
પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ત્રણ માહાભ્યો ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – શ્લોક :
प्रातिभात् सर्वतः संविच्चेतसो हृदये तथा ।
स्वार्थे संयमतः पुंसि भिन्ने भोगात्परार्थकात् ।।१०।। અન્વયાર્થ:
પ્રતિમા–પ્રતિભથી=પ્રાતિભજ્ઞાનથી સર્વતઃ સંવિસર્વ ઠેકાણે સંવિદ્ (થાય છે) તથા=અને હૃદયમાં (સંયમ–સંયમ કરવાથી) જેતસ =ચિતની (વિજ્ઞાન થાય છે.) પરાર્થાત્ મોળા–પરાર્થક ભોગથી મિશ્ન ભિન્ન એવા સ્વાર્થે સ્વાર્થમાં સંયમતા=સંયમથી પુસિ=પુરુષવિષયક (વિજ્ઞાન થાય છે). I૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org