________________
૩૮
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૮/૯ (૧૦) સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન -
સૂર્ય પ્રકાશમય છે અને પ્રકાશમય એવા સૂર્યને અવલંબીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી સાત લોકોનું જ્ઞાન થાય છે અર્થાત્ પાતંજલ મત પ્રમાણે સાત લોક છે, તે સર્વનું જ્ઞાન થાય છે. (૧૧) ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૃહનું જ્ઞાન -
ચંદ્રમાં સંયમ કરવાથી તારાના વિશિષ્ટ સંનિવેશનું અર્થાત્ કયા તારાઓ કયા સ્થાને આકાશમાં રહેલા છે, તે પ્રકારના તારાઓના વ્યુહનું જ્ઞાન થાય છે. (૧૨) ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન -
ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અર્થાત્ આટલા કાળથી આ તારો આ રાશિમાં રહેશે અને આ ક્ષેત્રમાં રહેશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યુહનું જ્ઞાન – - શરીરના મધ્યભાગમાં રહેલ અને સંપૂર્ણ શરીરના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં સંયમ કરવાથી કાયાના રસ, મલ અને નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે અર્થાત્ શરીરના કયા ભાગમાં કયા રસો છે, ક્યાં ક્યાં મળે છે અને કઈ કઈ નાડીઓ છે, તે સર્વના સ્થાનનું જ્ઞાન થાય છે. I૮ અવતરાણિકા -
પાતંજલ મત પ્રમાણે પ્રસ્તુત શ્લોકમાં યોગનાં અન્ય ત્રણ માહાભ્યો ગ્રંથકારશ્રી બતાવે છે –
શ્લોક :
क्षुत्तृड्व्ययः कण्ठकूपे कूर्मनाड्यामचापलम् । मूर्धज्योतिषि सिद्धानां दर्शनं च प्रकीर्तितम् ।।९।।
અન્વયાર્થ :
vo (સંયના) =કંઠકૂપમાં=કંઠપ્રદેશમાં, સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય થાય છે. પૂર્મનાક્ય (સંયમન) સાપનષ્કર્મવાડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org