________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૭/૮
આશય છે કે જે જે ઇન્દ્રિયોથી જે જે વિષયોનો બોધ થાય છે, તે તે ઇન્દ્રિયો ઉપર સંયમ કરવામાં આવે તો તે વિષયવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશ છે, તે સાત્ત્વિક પ્રકાશ પ્રગટે છે, અને પ્રગટ થયેલા એવા તે પ્રકાશને વિષયોમાં જાણવા માટે વ્યાવૃત ક૨વામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે=અર્થાત્ સુક્ષ્મ=પરમાણુ આદિનું, વ્યવહિત=ભૂમિઅંતર્ગત નિધાન આદિનું, અને વિપ્રકૃષ્ટ=મેરુના અપરભાગવર્તી રસાયનાદિનું, જ્ઞાન ઉત્પન્ન થાય છે.
૩૪
વળી વિશોકા એવી જ્યોતિષ્મતી પ્રવૃત્તિ=સુખમય સત્ત્વના અભ્યાસના વશથી વિગત છે શોક=રાગનો પરિણામ જેમાં એવી ચિત્તની સ્થિતિનું કારણ એવી જે પ્રવૃત્તિ તે વિશોકા પ્રવૃત્તિ છે, અને તે વિશોકા પ્રવૃત્તિમાં સંયમ ક૨વાથી સાત્વિક પ્રકાશનો પ્રસ૨ થાય છે, અને સાત્ત્વિક પ્રકાશનો વિષયોમાં સંયમ કરવામાં આવે તો અર્થાત્ તે સાત્ત્વિક પ્રકાશને વિષયોમાં જાણવા માટે વ્યાપારવાળું ક૨વામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન કેમ થાય છે ? તેથી કહે છે.
ઇંદ્રિયો ઉપર કે મન ઉપર સંયમ ક૨વામાં આવે ત્યારે અંતઃકરણથી યુક્ત એવી તે તે ઇંદ્રિયોમાં પ્રકૃષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી સૂક્ષ્મ પદાર્થોનો બોધ કરવા માટે કે વ્યવહિત પદાર્થોનો બોધ ક૨વા માટે કે અત્યંત દૂર રહેલા પદાર્થોનો બોધ કરવા માટે તે તે ઇંદ્રિયો સમર્થ બને છે. IIII
અવતરણિકા :
પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય ચાર માહાત્મ્યો ગંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે
શ્લોક ઃ
www
सूर्ये च भुवनज्ञानं ताराव्यूहे गतिर्विधौ ।
ध्रुवे च तद्गतेर्नाभिचक्रे व्यूहस्य वर्ष्मणः ||८ ॥
ટાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org