________________
૩૩
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭
યોગીઓને જે અપરાંત બુદ્ધિ થાય છે, તે નિયત દેશ અને નિયત કાળમાં મારું મૃત્યુ થશે, તેવા નિર્ણયરૂપ હોય છે, અને અયોગીઓને આધ્યાત્મિક આદિ અરિષ્ટોના દર્શનથી સંશયયુક્ત એવા મૃત્યુની સામાન્યથી બુદ્ધિ થાય છે અર્થાત્ નજીકમાં મારું મૃત્યુ છે, તેવી સંભાવના માત્ર જણાય છે, પરંતુ સંયમ કરનાર યોગીની જેમ આ દેશમાં અને આ કાળમાં મારું મૃત્યુ થશે, તેવો નિર્ણય થતો નથી. (૭) મૈચાદિમાં સંયમ કરવાથી મૈચાદિનાં બળોની પ્રાપ્તિ મૈથ્યાદિનો પ્રફર્ષ :
કોઈ યોગી મૈત્રાદિ ચાર ભાવનાઓના સ્વરૂપનો યથાર્થ બોધ કરે અને ત્યારપછી તે ભાવનાઓના સ્વરૂપમાં સંયમ કરે તો તે મૈત્રાદિ ચારે ભાવો તે યોગીમાં પ્રકર્ષવાળા થાય છે. તેથી તે યોગી સર્વ જીવો પ્રત્યે મિત્રપણાદિની ભાવનાઓથી ભાવિત બને છે. (૮) હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિ :
હાથી આદિનાં બળોમાં સંયમ કરે તો હાથી આદિ સદશ બળ તે યોગીમાં પ્રગટ થાય છે; કેમ કે સંયમમાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે જેથી નિયત બળવાળા એવા હાથી આદિમાં સંયમ કરવામાં આવે તો હાથી આદિના બળ સમાન બળ પ્રગટ થાય છે.
પ્રસ્તુત શ્લોકમાં કહેલ યોગનાં ત્રણ માહાભ્યો બતાવ્યા પછી પાતંજલયોગસૂત્ર૩૨પમાં બતાવેલ યોગના અન્ય માહાભ્યને ટીકામાં સ્પષ્ટ કરે છે – (૯) વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન -
જેમ કર્યાદિમાં સંયમ કરવાથી તે તે પ્રકારની શક્તિઓ પ્રગટે છે, તેમ વિષયવતી અને જ્યોતિષ્મતી અર્થાત્ વિષયવાળી અને પ્રકાશવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશનો પ્રસર છે, તે પ્રસરના વિષયોમાં સંયમ કરવામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org