________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭
૩૧ લેવી અર્થાતુ નૈષિ સંયમત્ Hi=મૅચારીનાં વર્નાનિ ભક્તિ એમ અન્વય છે, અને વર્તે ૨ ઇસ્યવિસંવસ્પિષ સંયમદ્િ દક્ષ્યાવીનાં વર્નાન વિન્તિ એમ અન્વય છે. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો :
પતંજલિઋષિએ કહેલાં બે પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-પમાં બતાવ્યાં. ત્યારપછી પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-કમાં બતાવ્યાં. હવે પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – (૬) કર્મભેદવિષયક સંયમ કરવાથી અપરાંત બુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંત બુદ્ધિઃકર્મના બે ભેદો છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ. (૧) સોપક્રમ કર્મ - ઉપક્રમથી સહિત કાર્ય કરવાને અભિમુખપણાથી ફળ ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થાય છે.
જેમ ઉષ્ણપ્રદેશમાં વિસ્તાર કરાયેલું વસ્ત્ર શીધ્ર સુકાઈ જાય છે, તેમ જેનું સોપક્રમ કર્મ હોય તે ઉપક્રમ પામીને શીધ્ર પૂર્ણ થાય છે.
(૨) નિરુપક્રમ કર્મ :- સોપક્રમ કર્મથી વિપરીત છે. જેમ ભીનું વસ્ત્ર પિંડીકૃત કરાયેલું અનુષ્ણ દેશમાં મૂકવામાં આવે તો લાંબા કાળ સુકાય છે, તેમ જે કર્મ જેટલી સ્થિતિવાળું બંધાયેલું હોય તે કર્મ તેટલું ક્રમસર ઉદયમાં આવીને ભોગવાય, તે નિરુપક્રમ કર્મ જાણવું.
એ રીતે અન્ય પણ કર્મના ભેદો જાણવા=નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મોના ભેદો જાણવા.
કર્મોના સોપક્રમ અને નિરુપક્રમાદિ ભેદોનું યથાર્થ જ્ઞાન કરીને તે ભેદોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી આ કર્મ શીધ્ર વિપાકવાળું છે અને આ કર્મ મંદવિપાકવાળું છે ઇત્યાદિ ઉપયોગની દૃઢતાથી જનિત એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org