________________
૨૮
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૭ એ રીતે અન્ય પણ જે રીતે કર્મના સોપક્રમ અને નિરુપક્રમ ભેદો કહ્યા, રીતે અવ્ય પણ નિધાસ્વભાવ, અનિધાસ્વભાવ, નિકાચના સ્વભાવ, અતિકાચતા સ્વભાવ આદિ અન્ય પણ, કર્મભેદો સ્વપ્રક્રિયા પ્રમાણે જાણવા; (કેમ કે પાતંજલ મતની ક્રિયા પ્રમાણે સોપક્રમ અને નિરુપક્રમ બે જ કર્મના ભેદો છે, અન્ય ભેદો નથી.)
તેષાં ..... નિ ., તેઓમાં કર્મના ભેદોમાં, સંયમ કરવાથી=આ શીધ્ર વિપાકવાળું છે, આ મંદ વિપાકવાળું છે, એ પ્રકારના અવધાનની દઢતાથી જનિત એવો સંયમ કરવાથી, અપરાંત ધી–નિયત દેશકાલપણાનો નિશ્ચય, થાય છે, એમ સંબંધ છે. અથવા અરિષ્ટોથી-કર્ણપિધાતકાલીન કોષ્ઠવાયુના ઘોષનું અશ્રવણ, આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન અને અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થના દર્શન સ્વરૂપ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિકતા ભેદથી ભિન્ન એવા અરિષ્ટોથી, અપરાંતની=કરણ શરીરના વિયોગની અર્થાત્ સાધનાને અનુકૂળ એવું જે યોગીનું કરણ શરીર તેના વિયોગની, બુદ્ધિ=નિયત દેશકાળપણાથી નિશ્ચય, થાય છે.
જ પ્રસ્તુત શ્લોકની ટીકામાં કાસ્પિવિવૃતપુરુષાશાયર્શન પાઠ છે, ત્યાં પાતંજલ યોગસૂત્ર મુજબ કાસ્મિવિકૃતપુરુષવર્ણન પાઠ સંગત જણાય છે, અને તે મુજબ અર્થ કરેલ છે. વળી વિપાર્થવર્ણનનૈક્ષો જ્યાં પાઠ છે, ત્યાં સશસ્વરિપાર્થનક્ષપ્યો પાઠ સંગત છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે.
જ પાતંજલસૂત્ર-૩/૨પ હસ્તલિખિત પ્રત પ્રમાણે સુધારેલ છે અને મૂળગ્રંથમાં પાઠ અશુદ્ધ છે.
અહીં પ્રશ્ન થાય કે અરિષ્ટોથી તો સંયમ નહિ કરનાર યોગીઓને પણ મૃત્યુનું જ્ઞાન થાય છે, તેથી સંયમ નહિ કરનાર અયોગીઓ કરતાં સંયમ કરનાર યોગીઓને અરિષ્ટોથી મૃત્યુના જ્ઞાનનો શું ભેદ છે ? તે બતાવવા અર્થે હેતુ કહે છે –
સામાન્યતઃ ધ્યેય, અરિષ્ટોથી અયોગીઓને પણ સામાન્યથી સંશયથી આવિલ એવી=સંશયથી યુક્ત એવી, બુદ્ધિનો સંભવ છે, એ પ્રમાણે જાણવું.
તલુવતમ્ - તે શ્લોકના પૂર્વાર્ધમાં કહ્યું તે, પાતંજલ યોગસૂત્ર-૩/૨૨માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org