________________
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૭ શક્તિના સ્તંભનમાં સંયમના બળથી ભાવના પેદા થાય છે, અને તે ભાવનાના વશથી યોગીનું ચક્ષુગ્રાહ્ય રૂપ પ્રતિબંધ પામે છે અર્થાત્ ચક્ષુગ્રાહ્ય શક્તિ નાશ પામે છે, તેથી યોગીનો દેહ તિરોધાન થાય છે; કેમ કે કોઈના દેહના રૂપને જોનાર એવી જે ચક્ષુ છે, તે પ્રકાશરૂપ સાત્ત્વિક ધર્મવાળી છે, અને તે ચક્ષુ યોગીના દેહમાં રહેલા રૂપને ગ્રહણ કરવા માટે વ્યાપાર કરી શકતી નથી, તેથી સંયમવાળા યોગી કોઈનાથી દેખાતા નથી. વિશેષાર્થ –
પાતંજલ મત પ્રમાણે ચક્ષુ પ્રકાશરૂપ સાત્ત્વિક ધર્મવાળી છે, અને તે ચક્ષુ પદાર્થના રૂપને ગ્રહણ કરવા માટે સમર્થ છે; આમ છતાં પરમાણુ આદિમાં રહેલા રૂપને ચક્ષુ ગ્રહણ કરી શકતી નથી. તેમ જે યોગી “મારા દેહમાં રૂપ નથી', એ પ્રકારની ભાવનાથી જ્યારે સંયમમાં યત્ન કરે ત્યારે તે યોગીમાં પ્રકર્ષવાળી થયેલી તે ભાવનાના વશથી યોગીના દેહમાં વર્તતા રૂપમાં ચક્ષુગ્રાહ્ય શક્તિનું સ્તંભન થાય છે, તેથી યોગીના દેહનું રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થતું નથી.
પૂર્વમાં જેમ દેહના રૂપના સ્તંભન માટે સંયમ કરવાથી યોગી અદૃશ્ય થાય છે એમ બતાવ્યું, તેમ કોઈ યોગી પોતાના શબ્દાદિને કોના દ્વારા શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય ન થાય તદર્થે શબ્દાદિમાં સંયમ કરે અર્થાત્ “આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નથી' એ પ્રકારની ભાવના કરીને શબ્દમાં સંયમ કરે, તો તે યોગીના શબ્દો પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. એ જ રીતે રસ, ગંધ અને સ્પર્શના સ્તંભન માટે પણ યોગી સંયમ કરે તો યોગીના રસ, ગંધ અને સ્પર્શ પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. llફાા.
અવતરણિકા :
મોક્ષની સાથે આત્માને યોજે તેવા યોગના સેવનથી શ્લોક-પમાં બે પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે બતાવ્યા. ત્યારપછી શ્લોક-૬માં અન્ય ત્રણ પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે બતાવ્યા. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ચાર પ્રકારના યોગના માહાભ્યને પાતંજલ મત પ્રમાણે ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org