________________
૨૪
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૬ (૪) પ્રત્યયમાં સંયમ કરવાથી ધી=પરચિત્તગત સર્વભાવોનું જ્ઞાન -
કોઈ યોગી પુરુષ કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા અન્ય પુરુષના ચિત્તનું ગ્રહણ કરે અર્થાત્ આ પુરુષ કાંઈક આવા પ્રકારનું ચિંતવન કરી રહ્યો છે, તેથી તેના મુખ ઉપર આવા આવા પ્રકારના ભાવો ઉપસેલા દેખાય છે. આ પ્રકારના બાહ્ય મુખરાગાદિથી કોઈના ચિત્તને ગ્રહણ કર્યા પછી તેના ઉપર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે યોગીને તે અન્ય પુરુષ શું વિચાર કરી રહ્યો છે, તેના ચિત્તના બધા ભાવોનું જ્ઞાન થાય છે અર્થાત્ આ પુરુષે કોઈ પ્રત્યેના રાગથી વિચારણા કરી છે અથવા તો આ પુરુષે અન્ય પ્રત્યેના રાગભાવથી વિચારણા કરી નથી, તે પ્રકારનો નિર્ણય કરી શકે છે.
વળી તે પુરુષ જે વસ્તુનો વિચાર કરે છે, તેના વિષયભૂત પદાર્થ નીલ છે કે પીત છે, તે સર્વનું જ્ઞાન તે યોગીને થાય છે, ફક્ત જ્યારે મુખના ઉપરાગ દ્વારા તે પુરુષના ચિત્તને યોગીએ ગ્રહણ કરેલ, ત્યારે તે પુરુષના ચિત્તમાં કયા વિશેષ પ્રકારના અંતરંગ ભાવો વર્તે છે, તેનું જ્ઞાન યોગીને મુખરાગાદિ દ્વારા થયેલું ન હતું, કેમ કે બાહ્ય લિંગમાત્રથી તેના ચિત્તમાં નીલવિષયક કે પીતવિષયક વિચારણા છે, તેવો નિર્ણય થઈ શકતો નથી. આમ છતાં તેના ચિત્તનું આલંબન લઈને યોગી સંયમ કરે તે સંયમકાળમાં તેના ચિત્તના વિશેષ ભાવોનો યોગીને બોધ ન હતો, પરંતુ તેના ચિત્તમાં વર્તતા બાહ્ય આકારોને અવલંબીને આ જાતના તેના મુખવિકારોથી તેના ચિત્તમાં કયા ભાવો વર્તે છે, એ પ્રકારના જાણવાના પ્રણિધાનથી યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે તે સંયમના બળથી તે પુરુષના ચિત્તમાં વર્તતા સર્વ ભાવોનો બોધ તેને થાય છે. (૫) કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન -
યોગીને અદૃશ્ય થવું હોય ત્યારે કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, તેથી યોગીના રૂપનું તિરોધાન થાય છે. પોતાને અદશ્ય થવા માટે યોગી ચક્ષુથી ગ્રાહ્ય એવું જે પોતાનું રૂપ છે, તે રૂપ મારી કાયામાં નથી, એ પ્રકારનો ઉપયોગ કરીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, અને તે સંયમથી યોગીના દેહમાં જે રૂપ છે, તેમાં ચક્ષુગાલ્પતારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org