________________
૨૩
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧ ભાવાર્થ - પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો -
પતંજલિઋષિએ બે પ્રકારનાં યોગનાં માહાભ્યો શ્લોક-પમાં બતાવ્યાં, ત્યારપછી પ્રસ્તુત શ્લોકમાં પતંજલિઋષિએ કહેલાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવે છે – (૩) સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ:
કોઈ યોગી સંસ્કારમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે સંયમથી, પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની અવબોધક સામગ્રી વગર જ સ્મૃતિ થાય છે. તે સંસ્કાર બે પ્રકારના છે : (૧) સ્મૃતિમાત્ર ફળવાળા સંસ્કારો:
કોઈ વસ્તુવિષયક વિચારણા કરવામાં આવે, તેનાથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કારથી ઉત્તરમાં તે વસ્તુનું સ્મરણ થાય છે. તેથી એક પ્રકારના સંસ્કારો સ્મૃતિમાત્ર ફળવાળા છે. (૨) જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ સંસ્કારો:
વળી કોઈક ધર્મની કે અધર્મની ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, તેનાથી તે ક્રિયાઓના આત્મામાં સંસ્કાર પડે છે, તે ધર્મ-અધર્મરૂપ છે, અને તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે અર્થાત્ તે ક્રિયાના ફળરૂપે જીવને બીજા ભવની જાતિની પ્રાપ્તિ થાય છે, બીજા ભવનું આયુષ્ય મળે છે અને તે બીજા ભવમાં તે ધર્મ-અધર્મને અનુરૂપ ભોગસામગ્રી મળે છે. તેથી ધર્મ કે અધર્મરૂપ કરાયેલી ક્રિયાઓ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ સંસ્કારવાળી છે.
આ બંને પ્રકારના પોતાનામાં પડેલા સંસ્કારોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવામાં આવે અર્થાત્ “તે પદાર્થ મારા વડે આ રીતે અનુભવાયો' અને ‘તે ક્રિયાઓ મારા વડે આ રીતે કરાઈ' એ પ્રકારની ભાવનાથી સંસ્કારમાં સંયમ કરવામાં આવે, તો સંયમ કરનાર યોગીને પોતે પૂર્વભવમાં અનુભવેલી જાતિઓનું સ્મરણ થાય છે, અને તે સ્મરણ થવામાં બાહ્ય કોઈ અવબોધક સામગ્રીની અપેક્ષા રહેતી નથી, પરંતુ સંસ્કારમાં કરેલા સંયમના ફળરૂપે તે પ્રકારનો બોધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org