________________
૨૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોકસંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ થાય છે. આ પ્રકારના યોગના માહાત્મમાં સંસ્કારનો અર્થ કરે છે – ટીકાર્ચ -
સંસ્વારે ..... સ્મૃતિમાત્રફળવાળા અને જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળવાળા સંસ્કાર છે.
સ્મૃતિમાત્રફળવાળા સંસ્કાર કેવા આકારવાળા છે, તે બતાવે છે – “પર્વ .. અનુભૂત', ‘આ પ્રકારે મારા વડે તે અર્થ અનુભવાયો’ એ પ્રકારના જ્ઞાનના ઉપયોગથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કાર સ્મૃતિમાત્રફળવાળા છે.
જાતિ, આયુષ્ય, ભોગસ્વરૂપ સંસ્કાર કેવા આકારવાળા છે, તે બતાવે છે – “પર્વ .... કૃતા', “આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ એ પ્રકારના જ્ઞાનના ઉપયોગથી જે ધર્મ-અધર્મરૂપ સંસ્કાર પડે છે, તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે, તેથી તે સંસ્કારને પણ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ કહેલ છે.
સંસ્વરે ... ભવતિ, સ્મૃતિમાત્ર ફળવાળા અને જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળવાળા એવા સંસ્કારમાં “આ પ્રમાણે મારા વડે તે અર્થ કરાયો, અને આ પ્રમાણે મારા વડે તે ક્રિયા કરાઈ”, એ પ્રકારની ભાવના વડે સંયમ કરવાથી=ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ રૂપ સંયમ કરવાથી, પૂર્વજાતિઓની પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની, બુદ્ધિઅનુસ્મૃતિ, અવબોધક વગર જ થાય છે=અવબોધક સામગ્રી વગર જ થાય છે.
તલુવતમ્ - તે=સંસ્કારમાં સંયમથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ થાય છે એમ જે પૂર્વમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૧૮માં કહેવાયું છે.
“ સં ..... પૂર્વજ્ઞાતિજ્ઞાન” , “સંસ્કારના સાક્ષાત્કારથી=ઉદ્દબુદ્ધ સંસ્કારથી, પૂર્વજાતિનું જ્ઞાન થાય છે.”
પ્રત્યયમાં સંયમ કરવાથી પરિચિત્તની ધી=અનુસ્મૃતિ, થાય છે, તે બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org