________________
યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા|શ્લોક-૫/૬
કોઈ પુરુષ તે તે શબ્દો, અને તે તે શબ્દોથી વાચ્ય અર્થ, અને તે શબ્દો અને તે અર્થોથી થતા યથાર્થ બોધનું સમ્યગ્ જ્ઞાન કરીને, રાગાદિની આકુળતાથી રહિત તે શબ્દ, અર્થ અને બોધના વિભાગમાં ચિત્તને સ્થિર કરે, તો રાગાદિથી અનાકુળ એવું ચિત્તનું સ્વૈર્ય પ્રગટે છે. તે નિષ્પ્રકંપ ચિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે તે પ્રકારની બોધ કરવાની શક્તિવિશેષ પ્રગટે છે. તેનાથી સર્વ પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે અને કોઈક યોગીને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ થાય છે, આ સર્વ યોગનું માહાત્મ્ય છે.
આ પ્રકા૨ના યોગના માહાત્મ્યના પ્રકટીકરણમાં અસંગભાવની પરિણતિને અનુકૂળ એવો ચિત્તનો એકાગ્ર ઉપયોગ પ્રબળ કારણ છે. તેનાથી અસંગપરિણતિને અનુકૂળ શુદ્ધ આત્માના ઉપયોગને કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, તેથી અનેક જાતિની અતીન્દ્રિય શક્તિઓ યોગના સેવનથી યોગીને પ્રગટે છે. પા અવતરણિકા :
૧૯
શ્લોક-૫માં મોક્ષની સાથે આત્માને યોજે તેવા યોગના સેવનથી બે પ્રકારનાં ફળો પ્રાપ્ત થાય છે, એ રૂપ યોગનાં બે માહાત્મ્ય પાતંજલ મત પ્રમાણે બતાવ્યાં. હવે યોગના સેવનથી અન્ય ત્રણ પ્રકારનાં ફળો થાય છે, એ રૂપ યોગનાં ત્રણ માહાત્મ્યને પાતંજલ મત પ્રમાણે ગ્રંથકારશ્રી બતાવે છે
શ્લોક ઃ
संस्कारे पूर्वजातीनां प्रत्यये परचेतसः ।
शक्तिस्तम्भे तिरोधानं कायरूपस्य संयमात् ।। ६ ।।
અન્વયાર્થ ઃ
સંમ્હારે સંવમાત્=સંસ્કારમાં સંયમ કરવાથી પૂર્વજ્ઞાતીનાં (થીરનુસ્મૃતિઃ) પૂર્વજાતિઓની (ધી=અનુસ્મૃતિ) (મતિ=થાય છે.) પ્રત્યયે સંવમા પ્રત્યયમાં સંયમ કરવાથી પચેતસઃ (ધર્મવૃતિ)=ધી-બુદ્ધિ અર્થાત્ પરચિત્તગત સર્વ ભાવોનું જ્ઞાન, થાય છે. વાયરૂપચ=કાયરૂપની વિસ્તસ્તમ્ભ=શક્તિના સ્તંભમાં સંવમાત્=સંયમ કરવાથી તિરોધાન=તિરોધાન થાય છે. ।।૬।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org